બેંકોના હજારો કરોડના લૌન કૌભાંડના આરોપી નીરવ મોદીએ ભારતમાં જ નહી વિદેશોમાં પણ ઠગાઈની કળા બતાવી છે. ચીનના એક અખબારના અહેવાલ પ્રમાણે જુન મહિનામાં કેનેડાના એક ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં ૩૬ વર્ષના પોલ ઓલફોન્સો વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ હતુ અને મોંઘી હીરાની અંગૂઠી તેને પહેરાવી હતી.આ જ્વેલરી તેણે નિરવ મોદી પાસેથી ખરીદી હતી.
તેને એમ હતુ કે નિરવ મોદી વૈશ્વિક સ્તરની બ્રાન્ડ છે એટલે ગર્લફ્રેન્ડ ઈમ્પ્રેસ થશે. ઓલફોન્સો પોતે એક પ્રોસેસિંગ કંપનીના સીઈઓ છે. તેઓ પોતે ૨૦૧૨માં નીરવ મોદીને મળ્યા હતા અને પ્રભાવિત થયા હતા.
એ પછી જ્યારે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનુ હતુ ત્યારે ઓલફોન્ઝોએ નીરવ મોદીને ૨ લાખ ડોલરનો ઓર્ડર આપ્યો હતો. જેમાં નીરવ મોદીએ બે અંગૂઠીઓ બનાવીને ઓલફોન્ઝોને આપી હતી.
ગર્લફ્રેન્ડે અંગૂઠી પહેર્યા બાદ અન્ય એક જ્વેલરને બતાવી ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે અંગૂઠીનો હિરો નકલી છે. ઓલફોન્ઝોને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેમને પણ ધક્કો લાગ્યો હતો. જોકે તેમની ગર્લફ્રેન્ડને તો એવુ લાગ્યુ હતુ કે ઓલ્ફોન્ઝોએ જાણી જોઈને નકલી હીરાની અંગૂઠી પહેરાવી છે.
એ પછી બંનેના સંબોધોમાં ખટાશ ઉભી થઈ હતી અને સગાઈ પણ તુટી ગઈ હતી. ઓલફોન્ઝો આ ઘટના બાદ ડિપ્રેશનમાં છે. એ પછી ન્યુયોર્ક અને વેનકુંવર પોલીસમાં તેમણે નીરવ મોદીની ફરિયાદ કરી છે. એટલુ જ નહી કેલિફોર્નિયા કોર્ટમાં નીરવ સામે૪૨ લાખ ડોલરનો દાવો માંડ્યો છે.