રાહુલ ગાંધીનું કુટુંબ ચોર,રાહુલ ચૂંટણી હારશે તો દેશ છોડી ઈટલી જતાં રહેવું પડશે

771

ઉત્તર પ્રદેશના ઉન્નાવથી બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીનું આખું કુટુંબ ચોર છે. જો તેમનામાં તાકાત હોય તો ઉન્નાવથી ચૂંટણી લડે. જો હું હારી જઈશ તો રાજનીતિ છોડી દઈશ. રાહુલ ગાંધી હારી જાય તો દેશ છોડીને ઈટાલી જતા રહેવું પડશે.”

પત્રકારો દ્વારા રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા વાડ્રાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની સંભાવનાને લઈ સવાલ કર્યો ત્યારે સાક્ષી મહારાજે કહ્યું કે, હવે કોઈને પણ લોન્ચ કરે કંઈ થવાનું નથી. મોદીનો જાદુ ચાલવાનો છે. મોદી ૨૦૧૪થી પણ વધારે બહુમતથી ૨૦૧૯માં ચૂંટણી જીતીને સરકાર બનાવવાના છે. પછી પ્રિયંકા આવે કે વાડ્રા, કંઈ અસર પડવાની નથી.

મીડિયા સાથેની વાતચીતમાં સાક્ષી મહારાજે ૨૦૧૯ પહેલા અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો બીજેપી સાથે છેડો ફાડવાની વાત પણ કરી છે. તેમણે આ મુદ્દે પાર્ટી નહીં પરંતુ સંતોના સમર્થનની વાત કરી છે.

Previous articleટ્રમ્પની પત્ની મેલાનિયા યુરોપિયન યુવકના પ્રેમમાં ગળાડૂબ હતી..!!
Next articleમહારાષ્ટ્રમાં હવે જેલના કેદીઓ સંબંધી સાથે વીડિયો કોલથી કરી શકશે વાતચીત