સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સુત્ર આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મ દિવસથી સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરનાં ઇસનપુર મોટા ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં શાળા સ્ટાફ તથા નાગરીકો જોડાયા હતા. જયારે બાળકોએ સાઇકલ રેલી કાઢી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.