પરપ્રાંતીય ને ધમકી આપવાના બનાવમાં વીડિયો વાયરલ થતાં ગાંધીનગર તાલુકા પંચાયતના સભ્યની અડાલજ પોલીસે ધરપકડ કરી છે. ૧૪ માસની બાળકી પરના દુષ્કર્મ બાદ પરપ્રાંતીય લોકો પર હિંસા અને રાજ્ય છોડોના બનાવ સામે આવ્યા હતા.
ઉવારસદમાં તાલુકા સભ્ય મહોતજી ઠાકોર દ્વારા વીડિયોમાં એક પરપ્રાંતીય પરિવારને ગુજરાત છોડી જવા ધમકી આપવામાં આવી હતી. જે મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી મહોતજી ઠાકોર સહિત કુલ ૫ આરોપીની ધરપકડ કરી છે. મહોતજી ઠાકોર કોંગ્રેસના સિમ્બોલ પર ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જીતી સભ્ય બન્યા હતા પરંતુ પ્રમુખની પહેલી સામાન્ય સભામાં હાજર ન રહેતા કોંગ્રેસે તેમના સહિત ૬ લોકો સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ ટેક્નિકલ જોવા જઈએ તો હાલ પણ મહોતજી ઠાકોર તાલુકા પંચાયતમા સભ્ય છે. ધમકી મામલે અડાલજ પોલીસે મહોતજી ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.