આધુનિક સ્ટાઇલના ગરબા વચ્ચે પરંપરાગત ગરબાનો ઘટતો ક્રેઝ

1776

માથે મટુકી લઇને.. સહિતના ગરબા સાંભળીને તેનાં તાલે ગરબે ઘુમતા જુવાનીયાઓએ ગરબાની સ્ટાઇલ અને સ્ટેપ્સમાં વિવિધતા લાવ્યા છે. પરંતુ ગરબામાં માથે મટુકી મુકીને શક્તિની ભક્તિમાં લીન બનવાની જગ્યાએ હવે મનોરંજન માત્ર રહ્યું છે.

પરંપરાગત સંસ્કૃતિને અનુરૂપ ગરબા ધીરે ધીરે ભુલાઇ રહ્યાં છે અને શેરી ગરબા પતન તરફ જઇ રહ્યા છે. સિટીમાં જ્યાં શેરી ગરબા માટે લાંબી કતારો લાગતી ત્યાં આજે થોડા લોકો ગરબા રમતા જોવા મળે છે. જિલ્લા તંત્ર સંમક્ષ શેરી ગરબાના આયોજન માટે માત્ર ૧૬ અરજી મંજુરી માટે આવી છે.

નોરતા એ નવ રાત્રીનો ભક્તિનો ઉત્સવ છે. નવરાત્રિએ માતાજીની આરાધના કરવાની હોય છે. રાજ્યમાં માતાજીની ગરબાના માધ્યમથી આરાધના કરાય છે. પરંતુ આજના આધુનિક સમય અને પાર્ટી પ્લોટના ગરબામાં પરંપરાગત વસ્ત્રોની સાથે નવરાત્રી માત્ર અડધી રાત બની છે. રાત્રે માતાજીની આરાધના કરવાના બદલે માત્ર ૧૨ વાગ્યા સુધી ગરબે ‘રમવા’માં આવે છે. હવે ખુબ ઓછા એવા પાર્ટી પ્લોટ રહ્યાં છે, જ્યાં ખરા અર્થમાં માતાજીના ગરબા ગવાય છે.

Previous articleચિલોડા હાઇ-વે સાઇડની શાક માર્કેટમાં રખડતા પશુઓનો ત્રાસ
Next articleબોર્ડ નિગમના કર્મચારીઓનું જમીન વિકાસ નિગમ ખાતે વિરોધ પ્રદર્શન