બોર્ડ નિગમના કર્મચારીઓનું જમીન વિકાસ નિગમ ખાતે વિરોધ પ્રદર્શન

956

આજે જમીન વિકાસ નિગમ સે.૧૦/એ ગાધીનગર ખાતે બોડૅ-નિગમ, નગરપાલિકા ના કમૅચારી ઓ દ્વારા સરકાર ની ભાગલાવાદી નિતી નો વિરોધ કરવા ખુબ મોટી સંખ્યામાં કમૅચારી ઓ ઉપસ્થિત રહ્યા. સરકાર દ્વારા સતત થતા અન્યાય સામે આકોશ જાહેર કર્યો.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે. હાલમાં તારીખ ૨૨મી સુધી સમગ્ર રાજ્યમાં આવેલીબોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, મહાપાલિકાઓની કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આગામી સમયમાં જલદ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

મંડળના પ્રમુખ પ્રવિણભાઇ સુતરિયાએ જણાવ્યું કે પડતર માઞણીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારની કર્મચારીઓ પ્રત્યેની ભેદભાવભરી નીતિઓને લઈને તેનો વિરોધ પ્રદર્શિત કરવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે માગણીઓ કરાઇ છે, તેમાં બોર્ડ-નિગમ, નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણીને ૭માં પગારપંચના ૧૯ માસના પગારનો તફાવત, સંલગ્ન અન્ય ભથ્થા, નવા પગાર અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ ના લાભો આપવામાં આવે.

નિયમિત મહેકમની ખાલી જગ્યાઓ પર રોજમદારોની કાયમી ભરતી, નિમણૂક કરવામાં આવે. નગરપાલિકાઓમાં મહેકમમાં ૪૮ ટકાની મહેકમ ખર્ચની મર્યાદા રદ કરવામાં આવે. ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓ જેમ રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે.

અનેક પડતર માગણીઓ તથા હક્ક માટેની લડાઇ લડી રહેલ કર્મયોગીઓ દ્વારા સરકારની અન્યાયકારી નીતિઓની સામે ‘સુત્રોચાર કાર્યક્રમ’ હેઠળ સંગઠનાત્મક શકિતને ઊજાગર કરવા સહભાગી થવુ તે દરેક કર્મચારીની નૈતિકતાની સાથો-સાથ સહીયારી ફરજ બની રહે છે.

ત્યારે એકતાના જુસાને બરકરાર રાખીને સોમવારે બલરામ ભવન ખાતે રીશેષના સમયે સર્વે કર્મચારી મિત્રો ભેગા મળી સરકારની અન્યાયકારી નીતિઓ અંગે વિરોધ પ્રદર્શન કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવશે. કાર્યક્રમમાં ફરજીયાત હાજર રહેવા માટે કર્મચારી મિત્રોને અપીલ કરવામાં આવી છે. જેથી આજે આ કાર્યક્રમમાં અનેક કર્મચારીઓ જોડાય તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

Previous articleઆધુનિક સ્ટાઇલના ગરબા વચ્ચે પરંપરાગત ગરબાનો ઘટતો ક્રેઝ
Next articleસ્વાઈન ફલુનો કહેર યથાવત : વધુ કેસો મળી આવ્યા