નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, લુબાન ચક્રવાતની અસર નહિવત થતા સંકટ ટળ્યું

600

ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવરાત્રી દરમિયાન વરસાદ નહીં પડે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. જો કે બંને સિસ્ટમથી ગુજરાતમાં કોઇ અસર અસર જોવા નહિ મળે સતર્કતાને પગલે તમામ પોર્ટ પર ૨ નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને અરબી સમુદ્રમાં ન જવા સૂચના અપાઇ છે..સાથે જ ચક્રવાત સમન અને ઓનાનની વચ્ચે ટકરાવાની શક્યતા છે. સોમવારે સવારથી જ અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.

બુધવારે માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતભરમાં ૯ દિવસ સુધી એકતરફ ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે, તો બીજી તરફ આસ્થાનો માહોલ જોવા મળશે. ચૈત્રી નવરાત્રિ એટલે સાધના અને ઉપાસનાનું પર્વ. શાસ્ત્રોમાં આ નવરાત્રિનું અનેરુ મહત્ત્વ જોવા મળે છે. આ નવરાત્રિમાં પૂરા મનથી ભક્તિ કરવાથી મા અંબા પ્રસન્ન થાય છે. ચૈત્રી નવરાત્રિમાં જો ૯ દિવસ સુધી પદ્ધતિ અનુસાર ભક્તિ કરવામાં આવે તો ભક્તને ઈચ્છતી ફળ પ્રાપ્ત થાય છે.

Previous articleનવરાત્રિ વેકેશન મુદ્દે ખાનગી શાળાઓ લડી લેવાના મૂડમાં
Next articleપરપ્રાંતિયોની મોટીસંખ્યામાં હિજરત