રાણપુરના સરપંચ સહિત સભ્યોએ પાણી પ્રશ્ને કલેકટરને આવેદન આપ્યું

582

બોટાદ જીલ્લાના રાણપુર સહીત આજુબાજુ ના વિસ્તારમાં ચાલુ વર્ષે સાવ ઓછો વરસાદ થતા હાલમાં કુવાઓમા પાણીના તળ ઉંડા જતા રહ્યા છે  રાણપુર શહેરમાં પીવાના પાણીને લઈ ગંભીર સમસ્યા ઉભી થઈ છે આવનારા દીવસોમાં પીવાના પાણીને લઈને કટોકટીનો સર્જાય તે માટે  રાણપુર ગામ માટે સુખ ભાદર ડેમમાંથી મળતા પાણીનો જથ્થો અનામત રાખવા આવે અને આ સુખ ભાદર ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે તો રાણપુરને પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી મળી રહે તે માટે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી અને પંચાયતના સભ્યો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

જો આવનારા દીવસોમાં માંગણી નહી સ્વીકારાય તો સરપંચ અને સભ્યો દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે અને  રાણપુર બંધ નુ એલાન આપવામાં આવશે  તેવી સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા ચિમકી આપવામાં આવેલ.

Previous articleધાતરવડી ડેમ-રની મંજુર થયેલ કેનાલનું અધુરૂ કામ પુરૂ કરવાની ખેડૂતો દ્વારા માંગણી
Next articleબરવાળાના કુંડળ ગામની નર્મદા કેનાલમાં પડી જતા યુવાનનું મોત