શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની ૮૪મી રાજય ગોષ્ઠિ ભાણવડની પુરુષાર્થ વિદ્યાલય ખાતે ત્રણ દિવસ માટે યોજાઇ.
જાણીતા ઇતિહાસ વિદ્ નરોત્તમભાઇ પલાણ, દેવભૂમિ દ્વારિકાના ડુમરાળીયા, રાજય સંયોજક પ્રતાપભાઇ ત્રિવેદી, પૂર્વ સંયોજક નર્મદભાઇ ત્રિવેદી તેમજ તજજ્ઞ વક્તાઓની સંગાથે ૮૦ જેટલાં સાથીઓએ ભીમશીભાઇના યજમાન પદે ગોષ્ઠિ માણી. આવતા આખા વર્ષ દરમ્યાન ગાંધી ૧૫૦નુ આયોજન થયું, ગુજરાત ભરમાં ગાંધી વિચારો પહોચાડવા સઘન આયોજન વિચારાયું.
ભાવનગરના બળદેવસિહ ગોહિલ, હિંમતનગરના ચતુરસિંહ ચૌહાણ અને સુરતના મોહનભાઈ મોરનુ રાજય સમન્વય એવોર્ડથી સન્માન કરાયુ. રાજ્ય એવોર્ડ વિજેતા જી.બી.મકવાણા અને સાંદિપની એવોર્ડ પ્રાપ્ત કર્તાના પણ સન્માન કરવામાં આવ્યા.