રાણપુરના દેવળીયા અને પાટણામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

1455

જીલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામે દીપડો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે દેવળીયા અને પાટણા વચ્ચે ભાદય નદીને કાંઠે આવેલ બાવળની જાડીમાં દીપડો દેખાતા આજુબાજુના વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

આ અંગે મળતી માહીતી મુજબ તા. ૭-૧૦ને રવિવારે સાંજના સમયે સાજનભાઈ ભુરાભાઈ ભરવાડ દેવળીયા અને પાટણા વચ્ચે ભાદર નદીને કાંઠે બાવળ ની જાડીમાં કુદરતી હાજતે જતા ત્યારે તેમને અચાનક કંઈક જાનવર જેવુ દેખાતા તેમણે જોતા દીપડો હોય તેમણે તરત ગામમા જઈને ગામલોકોને જાણ દીપડો આવ્યો છે ની જાણ થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે દેવળીયા ગામના સરપંચ મનસુખભાઈ ગંભુભાઈ ઝેઝરીયા ને થતા તેમણે તરત રાણપુર ફોરેસ્ટ ખાતા ને જાણ કરતા રાણપુર તાલુકા આર.એફ.ઓ.એમ એમ ભરવાડ,એ.સી ડોડીયા તથા રાણપુર ફોરેસ્ટનો સ્ટાફ તાત્કાલાક દેવળીયા ગામે દોડી આવ્યો હતો અને જે સ્થળે દીપડો દેખાયો હતો તે સ્થળે જઈને જોતા દીપડા ના પગ ના પંજા જોવા મળ્યા હતા આ અંગે રાણપુર ફોરેસ્ટના આર.એફ.ઓ.એમ એમ ભરવાડ સાથે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે દેવળીયા અને પાટણા વચ્ચે ભાદર નદી ને કાંઠે બાવળ ની જાડીનો વિસ્તાર આવેલો છે ત્યા સાંજના સમયે દીપડો દેખાયો હતો અગાઉ લિંબડી તાલુકાના સોનઠા વિસ્તારમાં દીપડો છે તેવા સમાચાર મળ્યા હતા અને રવિવારે સાંજના સમયે રાણપુર ના દેવળીયા પાટણા વિસ્તારમાં આ દીપડો દેખાયો છે અમને જાણ થતા રાણપુર ફોરેસ્ટની ટીમ સાથે અમે દેવળીયા ગામે આવીને જોતા દીપડાના સગડ જોવા મળ્યા હતા અને માદા હોય તેવા સગડ જોવામાં આ આવ્યા છે અને દીપડા ને પકડવા માટે તાત્કાલિક પાંજરૂ મંગાવવામાં આવ્યુ છે અને આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવશે જ્યાયે દેવળીયા અને પાટણા આજુબાજુના લોકોએ તકેદારી રાખવી નાના વાછરૂ અને નાના બાળકો નુ ખાસ ધ્યાન રાખવુ તેવુ પણ લોકોને કહેવામાં આવ્યુ છેઃ- એમ એમ ભરવાડ, આર.એફ.ઓ. રાણપુર તાલુકા દેવળીયાના સરપંચ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં દીપડો આવ્યો છે તેની જાણ મને થતા મે તાત્કાલિક રાણપુર ફોરેસ્ટ ખાતામાં જાણ કરી અને તરત રાણપુર થી ફોરેસ્ટ ની ટીમ આવી જે સ્થળે દીપડો દેખાયો હતો તે સ્થળે હુ અને ફોરેસ્ટ ની ટીમ સાથે ગયા તા અને દીપડા ના પગ ના નિશાન જોવામળ્યા છે અને આ દીપડો દેવળીયા આજુબાજુ વિસ્તારમાં હોય લોકો પોતાની વાડીયે ખેતરે જાતા બીવે છે અને આ દીપડા ને વહેલી તકે પકડવામાં આવે તેવી લોકોની માંગણી છે.

Previous articleતરણ સ્પર્ધામાં જીલ્લામાં દ્વિતિય ક્રમે
Next articleનવરાત્રી સંદર્ભે રાજુલામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ