રાજુલા ખાતે પોલીસ તંત્ર અને જાહેર – ખાનગી રાસ ગરબા આયોજકો વચ્ચે વ્યવસ્થાપન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા પોલીસ મથક ખાતે પી.આઈ. જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરમાં યોજાનાર નવરાત્રી મહોત્સવ અંતર્ગત શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પી.આઈ. દ્વારા જાહેર તથા ખાનગી રાસ-ગરબા આયોજકોને કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાઈર હે અને લોક ઉત્સાહભેર પર્વને માણી શકે તે માટે તકેદારીના પગલાઓ તથા ચોક્કસ ગાઈડ લાઈન તથા તંત્રના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં મહિલાઓ બાળકોની સુરક્ષા વ્યવસ્થા તથા સલામતીની બાબતો પર વિશેષ ભાર મુકયો હતો.