રાજુલા શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ

792

રાજુલા ખાતે ભાજપ શહેર કારોબારીની અતિ અગત્યની બેઠક, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હરીપરા, પ્રદેશ ભાજપ કોર કમિટિ તેમજ પુર્વ સંસદીય સચીવ હિરાભાઈ સોલંકી, કમલેશ કકાનાણીભાઈ, જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, મહિલા ભાજપ પાંખના જીલ્લા મંત્રી વંદનાબેન, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, બ્રહ્મ સમાજ પ્રમુખ ભાનુભાઈ રાજગોર, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા, યુવા ભાજપ જિલ્લા મહામંત્રી વનરાજભાઈ વરૂ, ડો. હિતેશભાઈ હડીયા, મહેન્દ્રભાઈ ધાખડા, નાગરીક બેંક ઉપપ્રમુખ દીલીપભાઈ જોષી, ગીરીભાઈ, લાલાભાઈ મકવાણા, કમલેશભાઈ મકવાણા, વિનુભાઈ વોરા, વિનુભાઈ માંડરડી, જીગ્નેશભાઈ માર્કેટયાર્ડ ચેરમેન સહિત રાજુલા શહેરના તમામ જ્ઞાતિ આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારોની અગત્યની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ કાર્યકર્તાઓને બુથોની જવાબદારી ગંભીરતાપુર્વક સોંપાઈ પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ કોંગ્રેસની જાટકણી કાઢતા કહ્યું કે ર૦ર૦ સુધી અમારા પર વિશવાસ મુકીને મને જંગી બહુમતીથી ધારાસભામાં મોકલતા રહ્યા છે. અને તેની સામે ભાજપ સરકારમાંથી રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકામાં લાખો નહીં કરોડો રૂપિયાના કામો કર્યા છે જેની જનતાને ખબર પણ છે જેવા કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટો, નર્મદા યોજનાનું પાણી ભાજપ સરકારે પહોંચાડયું છે ૬૦ વર્ષના કોંગ્રેસ શાસનમાં વિજળી ન હતી તેને ભાજપ સરકારે જયોતિગ્રામ આપી છે તેવા આકરા પ્રહારો કર્યા. જનતાને ઉલ્લુ બનાવી મતો મેળવી અંગદ સ્વાર્થ માટેની કામો કરવા જનતાને ગેરમાર્ગે દોરી છે પણ જનતા હવે જાણી પણ ગઈ છે જે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેનદ્રભાઈ મોદીને જંગી બહુમતીથી વડાપ્રધાન પદે આ જ જનતા બેસડાશે ભાજપના દરેક બુથ કાર્યકર્તાઓએ હવે ગફલતમાં રહેવાની જરૂર નથી જયા જરૂર પડે ત્યાં હર હંમેશ હું બાબરીયવાડની જનતા સાથે છું અને રહીશ તેમ અંતમાં કહેલ.

Previous articleટીપી સ્કીમ અને ખાલી પ્લોટો મુદ્દે સભ્યોની બે ધડક રજુઆતો
Next articleબોટાદના કૃષ્ણ સાગર તળાવને નર્મદાના નિરથી છલોછલ ભરવા જિલ્લા કલેકટરને રજૂઆત