સાંખડાસર ગામ નજીક બે બાઈકનો સામસામી અકસ્માત : એકનું મોત

1317

તળાજા-મહુવા હાઈવે પર આવેલ સાંખડાસર ગામના પાટીયા પાસે સાંજના સુમારે બે બાઈકનો સામસામી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ, તળાજામાં રામ ટેકરી રોડ પર રહેતા ગીગાભાઈ હોટલવાળા અશ્વીનભાઈ ધીરૂભાઈ ડોડીયા અને મથુરભાઈ બાઈક પર જતા હતા ત્યારે સાંખડાસર ગામ નજીક પહોંચતા સામેથી આવી રહેલ અન્ય બાઈક સાથે ધડાકાભેર સર્જાતા અશ્વીનભાઈ ડોડીયાનું ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું હતું. જ્યારે મથુરભાઈ તથા સામેના બાઈક ચાલક કિશનભાઈ રસીકભાઈ ધાપા અને સંજયભાઈ બારૈયા રે.બન્ને લોંગીયા ગામવાળાને ઈજાઓ થતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે.

Previous articleબોટાદના કૃષ્ણ સાગર તળાવને નર્મદાના નિરથી છલોછલ ભરવા જિલ્લા કલેકટરને રજૂઆત
Next articleકોંગ્રેસ આપના દ્વારે અંતર્ગત આગેવાનોએ લોકસંપર્ક કર્યો