કોંગ્રેસ આપના દ્વારે અંતર્ગત આગેવાનોએ લોકસંપર્ક કર્યો

1038

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમો શરૂ કર્યા છે જેમાં પ્રદેશ કોંગ્રેસની સુચનાથી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ આપના દ્વારો શિર્ષક અંતર્ગત મુખ્ય બજારમાં દુકાને-દુકાને ફરીને આગેવાનોએ વેપારીઓ સાથે લોકસંપર્ક કર્યો હતો. અને ભાજપની નિષ્ફળતા વર્ણવી હતી.

પ્રદેશ કોંગ્રેસની સુચનાથી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, પુર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, કોર્પોરેટરો, વિવિધ સેલ-મોરચાના પ્રમુખ સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સંગઠનના આગેવાનો સહિતે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ આપના દ્વારે શર્ષક હેઠળ ભાજપની નિષ્ફળતાઓ તથા વડાપ્રધાન દેશના ચોકીદાર કે ભાગીદાર સહિતના સવાલો વાળી પત્રીકાઓનું મુખ્ય બજારમાં જઈને દુકાન-દુકાને વેપારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને મોંઘવારી સહિતના મુદ્દાઓ જણાવી ભાજપની નિષફળતાઓ કહી હતી.  પ્રદેશ કોંગ્રેસ આયોજીત આ કાર્યક્રમ ભાવનગર શહેરના દરેક વોર્ડમાં યોજવામાં આવશે જેમાં હોદ્દેદારો, કાર્યકરો દુકાને તથા ઘેર-ઘેર જઈને લોકોને ભાજપની નિષ્ફળતાઓ વર્ણવશે.

Previous articleસાંખડાસર ગામ નજીક બે બાઈકનો સામસામી અકસ્માત : એકનું મોત
Next articleપસવી ગામ નજીક ટેમ્પાની ગુંલાટ થતાં ૧ર શ્રમીકોને ઈજા