સવંત ૨૦૭૪ શાકે ૧૯૪૦ જૈન સવંત ૨૫૪૪ (દક્ષિણાયન સૂર્ય તથા શરદ ઋતુ)નાં આવતીકાલે તા.૧૦ નવરાત્રનાં દિવસોથી જ આરંભ થઈ રહેલા આશ્વિન (આસો)માસનો શુકલ પક્ષ તા.૨૪ ઓકટોબર ૨૦૧૮નાં રોજ શરદપૂર્ણિમાને દિવસે પૂર્ણ થઈ રહ્યો છે.
આ પખવાડિયાનાં દિવસોની સમીક્ષા કરતાં તા.૧૦ શારદીય નવરાત્રીનો પ્રારંભ (નવરાત્રિ ઘટસ્થાપન ગરબાનું સ્થાપન)ક.૦૭ મિ.૨૭ પહેલા જ કરવુ) દ્વિતિયા (બીજ)નો ક્ષય છે. તા.૧૧ મુસ્લિમ સફર (૨) માસનો પ્રારંભ ગુરૂનો વૃશ્ચિક રાશિમાં પ્રેવશ ક.૧૯ મિ. ૧૮ તા.૧૨ વિનાયક ચતુર્થી તા.૧૩ લલિતા પંચમી તા.૧૪ ષષ્ઠી (છઠ)વૃધ્ધિતિથિ (આજે સરસ્વતીજીનું આહવાન ક.૧૩ મિ.૧૬ પછી કરવું તા.૧૫ સરસ્વતીનું પૂજન ક.૧૫ મિ.૩૫ પચી કરવું. તા.૧૬ મહાલક્ષ્મી પૂજન, બંગાલમાં દુર્ગા પુજાનો પ્રારંભ પારસી ખોરદાદ માસ (૩) પ્રારંભ તા.૧૭ સરસ્વતી બલિદાન દુર્ગાષ્ટમી, મહાષ્ટમી ઉપવાસ આયુધ પૂજા સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ ક.૧૮ મિ.૪૫ તા.૧૮ સ્વામિનારાયણ સંપ્રદાય મુજબ શ્રી હરિ જયંતી સરસ્વતી વિસર્જન ઉત્થાપન પારણા દશેરા વિજયાદશમી (શ્રેષ્ઠ વિજય મુર્હુત ક.૧૪ મિ. ૨૦ થી ક. ૧૫ મિ. ૦૦) બુધ્ધજયંતી તા.૧૯ શ્રી માધવા ચાર્ય જયંતી તા.૨૦ પાશાકુશા એકાદશી (આજની એકાદશી નિમિત્તે ‘ટેટી’ નાં પ્રસાદ તથા સેવનનું વિશેષ મહાત્મ્ય તા.૨૧ પંચક તા.૨૨ સોમ પ્રદોશ તા.૨૩ હેમત ઋતુનો આજથી પ્રારંભ થતાં મૌસમનાં બદલાવ તા.૨૪નાં રોજ વ્રતની પૂજનમ શરદ પૂર્ણિમા વાલ્મિકી જયંતી કાર્તિક સ્નાનનો પ્રારંભ થતા ડાકોરમાં મેળો છે.
તા.૧૮-૧૦-૧૮ થી ૩૧-૧૦-૧૮ સુધીનાં ‘શુક્રનાં અસ્ત’નાં દિવસો દરમ્યાન તથા એ જ રીતે તા.૧૨-૧૧-૧૮ થી તા.૦૬-૧૨-૧૮ સુધી ‘ગુરૂનો અસ્ત’ હોવાથી તેમાં લગ્નથી માંડીને કોઈ પણ પ્રકારનાં માંગલિક કાર્યો થઈ શકશે નહી તેની વાંચકોએ નોંધ લેવી અલબત્ત સીમંત દીક્ષા કે ‘જીર્ણ ગૃહ પ્રવેશ’ વિગેરે થઈ શકે મતલબ કે તેમાં ‘અસ્ત’નો કોઈ દોષ નથી.
સામાન્ય દિન શુધ્ધિની દ્રષ્ટિએ જોતાં પ્રયાણ મુસાફરી મહત્વની ખરીદી કે એ પ્રકારનાં નાના મોટા મહત્વનાં રોજ-બરોજનાં કાર્યો માટે તા.૧૧-૧૩-૧૭-૧૮-૧૯-૨૨ તથા ૨૪ શુભ શ્રેષ્ઠ, તા.૧૧-૧૫-૨૧ મધ્યમ સામાન્ય કક્ષાનાં તથા તા.૧૦-૧૨-૧૪-૧૬-૨૦ તથા ૨૩ અસુભ ગણી શકાય. નવા વર્ષનાં હિસાબી ચોપડાનો ઓર્ડર આપવા માટે કે તેની ડીલીવરી લેવા માટે તા.૧૮ (સમય સવારે ક.૧૦ મિ.૫૯ થી ક.૧૫ મિ. ૧૮ યા તો બપોરે ક.૧૬ મિ. ૪૫ થી ક.૧૮ મિ. ૧૧ સુધી)તથા તા.૧૯ સવારનાં ક.૦૬ મિ.૩૯ થી ક.૧૦ મિ.૫૮ યા બપોરનાં ક.૧૨ મિ. ૨૫ થી ૧૩-૫૧ તથા બપોરે ક.૧૬ મિ.૪૪ થી ક.૧૮ મિ.૧૦)શ્રેષ્ઠ શુભ મુહુર્તો છે માર્ચ ૨૦૧૯ એન્ડમાં શુભ મુર્હુતોમાં ચોપડાની ડીલીવરી લેવા માગતા વ્યાપારી મિત્રોએ તા.૨૫-૦૩-૧૯ (સવારનાં ક.૦૬.૪૦ થી ક.૦૮-૧૧)અગર તો તા.૨૯-૦૩-૧૯ (સવારનાં ક.૦૬-૪૦ થી ક-૦૮-૧૧)આ તારીખો તથા શુભ સમયની (એડવાન્સ)નોંધ લેવા વિનંતી. ખેડુતમિત્રો હળ જોડવા માટે તા.૧૧-૧૯- તથા ૨૪, અનાજની વાવણી-રોપણી તથા બીજ વાવવા માટે (ખાસ કરીને આ દિવસોમાં રીંગણા, ડુંગળીનાં રોપા, મરચા, મેથી, ધાણા, જવ, ઘઉ, ચણા, વાલ, રાજગરો, તતા તે પ્રકારનાં શિયાળુ પાકનાં વાવેતર માટે )તા.૧૧-૧૭ ૧૯-૨૨ તથા ૨૪ અનાજની કાપણી લણણી તેમજ નિદામણની કાર્યવાહી માટે તા.૧૧, ૧૭, ૧૯,૨૧, ૨૨, પશુઓની લેવડ દેવડ કરવી હોય તો તા. ૧૧-૧૯- તથા ૨૪, ખેતીવાડી એગ્રીકલ્ચર સંબંધીત ખરીદી કરવા માગતા ખેડુત મિત્રો માટે તા.૧૧ તથા ૨૪ માલ વેચવા માગતા મિત્રો માટે તા.૧૧ તથા ૨૨, નવી જગ્યા ઉપર પ્રથમવાર ખેતીનું મુર્હુત કરવા માટે તા.૧૧-૧૨ અગર ૨૪ પસંદ કરવા સૂચન છે. અલબત્ત, ઘર ખૈતર ભૂમિની લેવડ દેવડ માટે કે થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય ભૂસીનાં માટે (આ પક્ષમાં કે હવે પછીનાં પક્ષમાં)કોઈ શુભ મુર્હુતો આવતા નહિ હોવાથી હાલ તુરત તે કાર્યવાહી ન કરવા તથા મુલત્વી રાખવા સૂચન છે. દિવાળી પછી કાર્તક માસમાં તેનાં મુર્હુતો આવશે.
ગગનમંડળનાં ગોચરનાં ગ્રહોનાં ભ્રમણ ઉપર નજર ફેરવતાં સૂર્ય કન્યા, તુલા-રાશિમાં, ચન્દ્ર તુલાથી માંડીને મીન રાશી સુધીમાં મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં બુધ તતા શુક્ર (શુક્ર વક્રી) તુલા રાશિમાં, શનિ ધનુરાશિમાં રાહુ કર્ક રાશિમાં તથા કેતુ મકર રાશિમાં ભ્રમણ કરનાર છે. ગુરૂ હવે થોડા દિવસમાં તુલા રાશિમાં પોતાનું ભ્રમણ કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ખગોળ રસિકો ખાસ કરીને તા.૧૨નાં રોજ ચન્દ્ર ગુરૂની યુતિ, તા.૧૫ ચંદ્ર શનિની યુતિ, તા.૧૬ બુધ શુક્રની યુતિ તા.૧૮ ચન્દ્ર મંગળની યુતિ (જો વાદલા નહિ હોય તો) નિહાળી શકાશે.
વર્તમાન ગ્રહમાન જોતાં સક્ષિપ્ત રાશિ ભવિષ્ય જોતાં ખાસ કરીને મિથન (ક-છ-ધ)મેષ (અ-લ-ઈ) તુલા (ર-ત) તથા મકર (ખ-જ)રાશિ ધરાવતી વ્યક્તિઓ માટે આ તબક્કો દરેક રીતે શુભ ફળદાયક, વૃષભ (બ-વ-ઉ) વૃશ્ચિક (ન-ય) કર્ક (ડ-હ) તથા મીન (દ-ચ-ભ-થ)રાશિ વાળા લોકો મધ્યમ પ્રકારનાં દિવસો તેમજ કુંભ (ગ-શ-સ) ધન (ભ-ધ-ફ-ઢ) સિંહ (મ-ટ)તથા કન્યા (પ-ઠ-ણ) રાશિ ધરાવતી વ્યક્તિઓ માટે સામાન્ય અનિષ્ઠ પ્રકારનાં દિવસો સૂચવે છે.