ગઢડા તાલુકાના ગુદાળા ગામે ખેડુતનો પાક નિષ્ફળ જવાના કારણે ગળેફાંસો ખાઈ ખેડુતે આપધાત કરતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરીવળેલ જયારે ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ ગુદાળા પહોચી હતી.
બોટાદ જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો થયો છે જેને લઈ જિલ્લા ના મોટાભાગના ગામોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે જેને લીધે ધરતી પુત્રો મુશક્લીમા મુકાયા છે અને ખેડૂતો આત્મહત્યા તરફ વળ્યા છે જેવો એક કિસ્સો ગઢડા તાલુકાના ગુદાળા ગામે પ્રકાશમાં આવ્યા છે વાત છે ગઢડા તાલુકાના ગુદાળા ગામની. ૪૦ વર્ષીય ખેડુત કાળુભાઈ ચૌહાણ કે જેઓ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેઓને બે દિકરીઓ અને એક દિકરો છે કાળુભાઈ પાસે પોતાની પાસે પાચ વિઘા જમીન હતી અને બીજી ૪૦ વિઘા જમીન વાવવા રાખી હતી પરંતુ આ વર્ષે વરસાદ ઓછો થયો છે અને પાકને પાણીની જરૃર હતી પરંતુ પાક માટે સિચાઈ ના પાણીની કોઈ વ્યવસ્થા ન હતી તેમજ વાડીમાં પણ પાણી ન હોવાને કારણે પાક નિષ્ફળ ગયો હતો અને ખેડુતને લાખો રૃપિયા નુ નુકસાન થાય તેવી શક્યતા હતી તેમજ ખેડુતની મોટી દિકરી ના દિવાળી પછી લગ્ન કરવાના હતા પરંતુ ખેતીમાં કઈ આવક આવે તેમ ન હોય તેમજ તેની પાસે આવકનુ બીજુ કોઈ સાધન ન હતું તેમજ ખાતર, બિયારણ સહિતનુ માથે દેવુ થઈ ગયુ હતું જેને લઈ ખેડુત કાળુભાઈ મુશ્કેલીમાં મુકાયા હતા અને મુંજાયા હતા અને અંતે તે વાડીમાં જઈ લીમડાના ઝાડ સાથે દોરડાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળેલ તેમજ ગઢડા તાલુકા વિકાસ અધિકારી સહિતના ગુદાળા ગામે પહોચી તપાસ હાથ ધરવામાં આવી હતી ખેડુત કાળુભાઈ ની આત્મહત્યા બાદ તેની બે દિકરીઓ અને એક દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે ગુદાળા ગામના ખેડુતે પોતાના પાક નિષ્ફળ જવાના કારણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવામા આવેલ છે જેને લઈ તંત્ર દ્વારા કોઈ સહાય મળે છે કે નહિ તે જોવાનુ રહ્યુ.