ચિદમ્બરમ તેમજ કાર્તિ પહેલી નવેમ્બર સુધી જેલ ભેગા નહીં

1901

દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ અને ઇડી તરફથી દાખલ કરવામાં આવેલી એરસેલ-મેક્સિસ મામલામાં અરજીને લઇને મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. આની સાથે જ પહેલી નવેમ્બર સુધી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમને રાહત પણ આપી દેવામાં આવી છે. હવે કોર્ટના આદેશ મુજબ પહેલી નવેમ્બર સુધી પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિને જેલ ભેગા કરાશે નહીં. ખાસ સીબીઆઈ જજ ઓપી સૈનીએ મામલાની સુનાવણી માટે હવે પહેલી નવેમ્બરની તારીખ નક્કી કરી છે. તે વખતે સીબીઆઈ અને ઇડી તરફથી રજૂ થયેલા વકીલે આ મામલામાં સ્થગનની માંગણી કરી હતી. સીબીઆઈના વકીલ એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા અને ઇડીના વકીલ નીતેશ રાણાએ કોર્ટને કહ્યું હતું કે, ચિદમ્બરમના વકીલો પીકે દુબે અને અર્શદીપ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિસ્તૃત જવાબ આપવા માટે તથા ચર્ચા માટે એજન્સીઓને વધુ સમયની જરૂર છે.

૧૯મી જુલાઈના દિવસે સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. એજન્સીના ખાસ ન્યાયાધીશની સામે પુરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભમાં આગામી સુનાવણીના દિવસે વિચારણા હાથ ધરવામાં આવશે. ૨૦૦૬માં નાણામંત્રી તરીકેના ગાળામાં ચિદમ્બરમે કઇરીતે એક વિદેશી કંપનીને એફઆઈપીબીની મંજુરી અપાવી દીધી હતી. જ્યારે માત્ર કેબિનેટની આર્થિક મામલાઓની સમિતિ દ્વારા જ આ પ્રકારના અભિપ્રાય રહે છે. ૩૫૦૦ કરોડ રૂપિયાના એરસેલ-મેક્સિસ કરાર અને ૩૦૫ કરોડ રૂપિયાના આઈએનએસ મિડિયા મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમની ભૂમિકામાં તપાસ કરવાાં આવી રહી છે. હાલમાં ચિદમ્બરમ અને કાર્તિ કાયદાકીયરીતે મુશ્કેલીમાં છે.

Previous articleસતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમત ફરી વધી
Next articleડોલરની સામે રૂપિયો પ્રથમ વખત ૭૪.૦૬ની સપાટીએ