દીવથી દમણ હવે પહોંચાશે માત્ર ૪૫ મિનિટમાં…!

1239
guj7112017-7.jpg

દમણ અને દીવ વચ્ચે ૭૫૦ કિલોમીટરનું અંતર છે. જો આપણે રોડથી જવાનું થાય તો ઓછામાં ઓછા ૧૫ કલાકથી વધુ સમય લાગે છે. આ અંતરને જલ્દીથી કાપી શકાય. તાત્કાલિક દમણથી દીવ અને દીવથી દમણ આવી શકાય તે હેતુથી દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યું છે કે આ સેવા ટુંક જ સમયમાં શરૂ થશે.
આ હેલીકોપ્ટર સેવા શરૂ કરાતા દીવથી ૪૫ મિનિટમાં દમણ પહોંચી શકાશે. તેના માટે મુંબઈથી હેલીકોપ્ટર ટ્રાયલ માટે આવ્યું હતું અને દીવથી ઉડાન ભરી હતી. દીવ દમણ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા દીવ, દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ અંગેની જાહેરાત પણ ૧૫ ઓગષ્ટ સ્વતંત્ર દિને પ્રશાસકે તેમના સંબોધનમાં જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે આ સુવિધા આવવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.
જેમાં દસ મુસાફરો મુસાફરી કરી શકશે. ૭૦૦ કિ.મી.નો પ્રવાસ રોડ માર્ગે ૧પ થી ૧૬ કલાકનો સમય લાગે છે જયારે હેલીકોપ્ટરની સેવાથી એક જ કલાકમાં દીવથી દમણ પહોંચી શકાશે.

Previous articleગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત નોટાનો વિકલ્પ
Next article૨૧ દિવસના વેકેશન બાદ ફરીથી સ્કૂલો શરૂ