ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ શાસક અન્નાદ્રમુક દ્વારા ચૂંટણી ગઠબંધનના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આજે આ મુજબની વાત કરી હતી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણી માટેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ આ અંગે તેમની પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. કોની સાથે જોડાણ કરવામાં આવશે તે અંગે નિર્ણય તમિળનાડુના મુખ્યમંત્રી દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ જ લેવામાં આવશે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ પલાનીસ્વામીએ આ મુજબની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, શાસક કેમ્પ મોદીના ભાજપ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. સામાન્ય ચૂંટણી આગામી વર્ષની શરૂઆતમાં યોજાઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ અને અન્નાદ્રમુકના પૂર્વ નેતા દિનાકરણ સાથે ગુપ્ત બેઠકના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેમને નાયબ મુખ્યમંત્રી આ સંદર્ભમાં સ્પષ્ટતા કરી ચુક્યા છે. પેટા ચૂંટણી માટેની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવીા નથી. તે સંદર્ભમાં પુછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચે પહેલાથી જ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, પેટાચૂંટણીના સંદર્ભમાં માત્ર ચૂંટણી પંચ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે. આ સંદર્ભમાં ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમના કેબિનેટ સાથીઓ અને તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં પલાનીસ્વામીએ કહ્યું હતુ ંકે, કોઇપણ વ્યક્તિ પ્રધાનો સામે કેસ દાખલ કરી શકે છે. માત્ર ફરિયાદના આધાર પર રાજીનામા આપવાની બાબત યોગ્ય નથી.
દ્ર સરકારદ્વારા હાઈડ્રોકાર્બન કોન્ટ્રાક્ટ આપી દેવાના સંદર્ભમાં પલાનીસ્વામીએ કહ્યું હતું કે, રાજ્યના લોકોને અસર કરી શકે તેવા કોઇપણ પ્રોજેક્ટને સરકાર મંજુરી આપશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવાને લઇને દરખાસ્ ઉપર વિચારમા કરી રહી છે. સરકાર દ્વારા ફાઈનાન્સિયલ સંશાધનો ઉભા કરીને ફ્યુઅલની કિંમતમાં ઘટાડો કરવાના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સાતમાં પગાર પંચની ભલામણોના પરિણામ સ્વરુપે જંગી બોજ ઉપાડવામાં આવી રહ્યો છે. પરિવહન વર્કરોને મોટી રકમ ચુકવવામાં આવી નથી.