ઈકોનોમિક્સના ક્ષેત્રે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામા આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ ઈકોનોમિક્સે સોમવારે જળવાયુ પરિવર્તન અને આર્થક વિકાસ પર શોધ માટે વિલિયમ ધ નોર્ડહોસ અને પોલ એમ.રોમરને અર્થશાસ્ત્ર નોબેલથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.પાછલા વર્ષે ઈકોનોમિક્સનું નોબર પુરસ્કાર રિચર્ડ એચ થેલરને મળ્યો હતો. તેમને આ પુરસ્કાર બિહેવિયરલ ઈકોનોમિક્સમાં તેમના યોગદામ માટે આપવામા આવ્યો હતો.વિલિયમ નોર્ડહોસ યેલ યૂનિવર્સિટમાં પ્રોફેસર છે.
તેમને પોતાની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન (પીજી) યેલ યુનિવર્સિટીથી જ કર્યુ છે. તેમને પ્રતિષ્ઠિત મૈસાચુસેટ્સ ઈન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી પોતાની પીએચડી પૂરી કરી છે. જ્યારે પોલ રોમન ન્યૂયોર્ક વિશ્વવિદ્યાલયના સ્ટર્ન શાળા ઓફ બિઝનેસ જોડાયેલ છે.
આ બંને વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રીઓને (વિલિયમ ધ નોર્ડહોસ અને પોલ એમ. રોમન)ને પુરસ્કાર રકમના રૂપમાં ૯૦ લાખ સ્વીડિશ ક્રોનર (લગભગ ૭.૩૫ કરોડ રૂપિયા) મળશે. તેમને ૧૦ ડિસેમ્બરે સ્ટોકહોમમાં કિંગ કાર્લ ઠફૈં ગુસ્તાફના હાથે એક ઔપચારિક કાર્યક્રમાં આ ઈનામ આપવામા આવશે. નોબેલ પુરસ્કારોની શરૂઆત કરનાર એલફ્રેડ નોબેલની વરસીના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે.
જણાવી દઈએ કે, આ વખતે સાહિત્યનું નોબેલ પુરસ્કાર ના આપવાના નિર્ણય કર્યો છે. પાછલા ૭૦ વર્ષોમાં એવું પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવામા આવશે નહી.