થાઇલેન્ડ ફરવા ગયેલા એક શખ્સની સ્થાનિક ગેંગવોરની ઝપેટમાં આવી જતાં મોત થયું છે, થાઇલેન્ડના રચાથેલી જિલ્લામાં સેન્ટ્રા વોટરગેટ પવિલિયન હોટેલ પાસે ગેંગવોર સર્જાઇ હતી, જેમાં ૪૨ વર્ષિય એક ભારતીય સહિત બે પર્યટકોનાં મોત થયા હતા. આ સિવાય કેટલાક અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. થાઇ પોલીસે સોમવારે આ જાણકારી આવી હતી.થાઇલેન્ડના રચાથેવી જિલ્લામાં સેન્ટ્રા વોટરગેટ પવિલિયન હોટલની પાસે રવિવારે રાત્રે થયેલી ગેંગવોરમાં ભારતીય સહિત બે પર્યટકોનાં મોત થયા છે. બે ભારતીય સહિત પાંચની હાલત ગંભીર છે. પોલીસ મેજર જનરલ સેનિત સમરારન સમરુકિતે જણાવ્યું કે, ફાયરિંગમાં મરનાર ભારતીય ઓળખની ગખેજ્ર ધીરજ તરીકે થઇ છે.
વળી, બીજાં મૃતક વ્યક્તિ લાઓ નિવાસી કેઓવોંગ્સા થોનેકેઓ છે. આ સિવાય બે થાઇ, બે ભારતીય અને એક લાઓ નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાના શિકાર થયેલા ભારતીય પર્યટકોને એક ગ્રુપનો હિસ્સો હતા. તે એક ભારતીય રેસ્ટોરાંમાં ડિનર બાદ ર્પાકિંગમાં ઉભેલી પોતાની બસની તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન બે ગેંગના લોકો અંદાજિત ૨૦ લોકો પિસ્તોલ, ચાકૂ અને ડંડા લઇને પરસ્પર હુમલો કરી દીધો હતો. સાક્ષીઓએ જણાવ્યું કે, ફાઇટિંગ દરમિયાન ત્રણ બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા પહેલાં તમામ બદમાશ ફરાર થઇ ગયા હતા. પોલીસ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા રાઇફલની ઓળખ પણ કરી લીધી છે. ઘટનાસ્થળેથી એકે-૪૭ના ખાલી કારતૂસ પણ મળ્યા છે.