સરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડ (GPF) પર વ્યાજ દરો વધારી દીધા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે GPF દર વધારીને 8 ટકા કરી દીધા છે. પહેલા આ 7.6 હતા. આનો ફાયદો લાખો સરકારી કર્મચારીઓને મળશે. તમને જણાવી દીધા કે હાલમાં સરકારે નાની બચત યોજનાઓના દરમાં 0.40 ટકા સુધી વધારી દીધી હતી.
GPF કે જનરલ પ્રોવિડંટ ફંડ એક પ્રોવિડન્ડ ફંડ ખાતુ હોય છે જે માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલાવી શકે છે. એક કર્મચારી ખાતામાં પોતાના વેતનમાંથી એક ચોક્કસ ભાગ યોગદાન કરીને ફંડનો સભ્ય બની શકે છે.