ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાએ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે, ફક્ત ગુજરાતની જનતા જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ નેતાઓ પણ જાણે છે કે પરપ્રાંતિયો પર કરવામાં આવેલા હુમલાઓ પાછળ કયા સંગઠન અને તેના પ્રમુખનો હાથ છે.
ઢુંઢર બળાત્કાર કેસને એક જાતિ, એક વિસ્તાર સાથે જોડીને કેટલાક લોકોએ નિમ્ન કક્ષાનું રાજકારણ શરૂ કર્યું હોવાને કારણે પરપ્રાંતિયો પર હુમલા શરૂ થયા હતા. ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો. કયા સંગઠને આ બધું કર્યું છે. આ સંગઠનના પ્રમુખ કોણ છે તે ગુજરાતીની જનતા જાણે છે.”