સાબરકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાના સમગ્રરાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતીય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. જેના પગલે રાજ્યમાંથી 20 હજાર જેટલા પરપ્રાંતીય ઘર છોડી પોતાના વતન જવા મજબુર બન્યા છે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો ગુજરાત છોડી રહ્યા છે ત્યારે તેની સીધી આંગળી ચિંધવામાં આવી રહી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ કોઇ એક પર્ટિકુલર વ્યક્તિને તેને કોઇ જાતિ કે ધર્મ સાથે લેવા-દેવા નથી. એના માટે તેને કોઇ ધર્મ કે સમૂહ સાથે જોડવું નહી. અને તે દિવસથી મે વારંવાર અપીલ કરી છે. મેં તે દિવસે જ કહ્યું હતું કે 14 મહિના દિકરીના મુદ્દે કોઇ રાજકારણ ન કરતા. પરંતુ આ રાજકારણી જાડી ચામડીના છે તેમને સંવેદના સાથે કોઇ લેવાદેવા નથી. આ અત્યારે જે કંઇ ચાલી રહ્યું છે તે ઠાકોર સમાજને બદનામ કરવાનું કાવતરું છે. ઠાકોર સમાજ અને એસટી, એસસી સમાજ એક થયો છે તેને તોડવાનું કામ છે. કોઇના પર હુમલા થયા નથી અને કોઇ હોસ્પિટલમાં દાખલ થયું નથી. આ તો ઠાકોર સમાજને બદનામ કરવાનું કાવતરું છે. આ તો માત્ર અફવાઓનું બજાર છે.
દસ દિવસથી મારો દિકરો બિમાર છે મારા દિકરા ક્રિટીકલ કંડિશન છે. મેં નક્કી કરી લીધું છે કે હું બધુ છોડીને જતો રહીશ. હું મારી ઠાકોર સેનાને બોલાવી રહ્યો છું તેમને હું છેલ્લીવાર પૂછી લઇશ. હવે હું ધારાસભ્ય પણ રહેવા માંગતો નથી. હું મારા સમાજના છોકરાઓ વચ્ચે જતો રહીશ મેં મારી બાળસેના તૈયાર કરી છે. કદાચ એવું બને કે સદભાવના ઉપવાસ મારા છેલ્લા ઉપવાસ હોઇ શકે. મારા સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે માટે બહાર આવ્યો છું. પરંતુ હું મારા સમાજને છેલ્લીવાર પૂછી લઇશ કે આવી અસૂરી શક્તિ સામે લડવું છે કે નહી.