ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આજે સવારે ભીષણ ટ્રેન અકસ્માત થયો. રાયબરેલીના હરચંદપુર સ્ટેશન પાસે ન્યુ ફરક્કા એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ. એન્જિન સહિત 9 ડબ્બા ખડી પડ્યાં. અકસ્માતમાં અત્યાર સુધી સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અને અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ અંદર બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં મૃતકોના આશરે જીવી રહેલા તેમના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરાઈ છે. આ દુર્ઘટના એક અકસ્માત છે કે પછી કોઈ ષડયંત્ર? તેની તપાસ યુપી એટીએસ કરશે. આ બાજુ રેલમંત્રી પીયુષ ગોયલે પણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે.