હિંમતનગર ન.પા.ની પેટાચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

824

આજ રોજ હિંમતનગર નગરપાલિકાની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની ભવ્ય જીત થઈ છે. જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ ના નેતૃત્વમાં યોજાયેલી વોર્ડ નં.૪ ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ ઓઝાએ કોગ્રેસની સીટ આંચકી લેવામાં સફળ નિવડયા છે. હિંમતનગર પાલિકાની કુલ ૩૬ સીટોમાં ર૭ સીટ ભાજપા ના હાથમાં છે. એક સીટમાં વધુ ઉમેરો થતાં કુલ ર૮ સીટ થઈ છે. મતદારોએ ભાજપના વિકાસને પસંદ કર્યો છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા તેના વહિવટદારો શહેરમાં સાર્વત્રિક વિકાસના અસંખ્ય કામો દ્વારા શહેરને સ્વચ્છ-સુંદર બનાવવા પાલિકાનો સિંહ ફાળો છે. જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષના કાર્યકરોને સતત માર્ગદર્શન દ્વારા કાર્યકરોમાં સતત જોમ જુસ્સો રાખવામાં સફળ રહયા છે. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષે સાબરકાંઠામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જેનાથી સમગ્ર કાર્યકર્તા પુરા ખંતથી કામ કરી રહયા છે. આ જીત વિશે જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલે કાર્યકરોને સંબોધતા જણાવેલ કે, છેલ્લા કેટલાયે સમયની કોગ્રેસ પક્ષ લોકોને ગેરમાર્ગે દોરી વિવિધ સમાજ અને પ્રાંતમાં વેરઝેરની પ્રવૃત્તિ કરે છે. છતાં પણ ગુજરાતની શાંતીપ્રિય પ્રજાને તોફાનમાં નહિ પણ વિકાસમાં શાંતિમાં રસ છે. આજે ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જે પ્રમાણે વિકાસ થઈ રહયો છે તેમજ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષતામાં સંગઠનનું કામ પણ સુચારૂ થઈ રહેલ છે. જેનાથી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનની  રાજયમાં મતદારો આજે પણ ભારતીય જનતા પક્ષ સાથે છે તે સાબિત કરી આપ્યુ. જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે સૌ કાર્યકરો, મતદારોનો, પાલિકાના સદસ્યો તથા શહેર સંગઠનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વિજય પંડયા, પાલિકાના પ્રમુખ અનિરૂધ્ધભાઈ સોરઠીયા, હિરેન ગોર, શહેર પ્રભારી નિર્ભય રાઠોડ, બિપીનભાઈ ઓઝા, જયેશભાઈ એમ.પટેલ,  હર્ષદ મિસ્ત્રી, દિલીપ પટેલ સહિત પાલિકાના સદસ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો- કાર્યકરો હાજર રહયા હતા.

Previous articleરાયબરેલી અકસ્માત
Next articleગાંધીનગર ખાતે ભારતીય વાયુદળનો ૮૬મો સ્થાપના દિવસ ઉજવાયો