ભાવનગર જિલ્લાની પાલીતાણા તાલુકાના સાંજણાસર પ્રા.શાળાએ જિલ્લાકક્ષાએ યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિભાગ-૪ કચરાનું વ્યવસ્થાપનમાં નકામા પ્લાસ્ટીક કચરામાંથી બળતણ તેલ મેળવાની કૃતિ રજૂ કરવામાં આવેલ હતી. જે કૃતિ જિલ્લાકક્ષાએ પસંદગી પામી રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. શાળાની વિજ્ઞાન શિક્ષણ જયેશ યાદવ તથા બાળવૈજ્ઞાનિક મંથન ગોહિલ, આકાશ નારણભાઈ ચાવડાએ શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરી હતી તેમજ શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ પ્રોત્સાહિત કર્યા હતા. ડાભી દિનેશભાઈ મંગાભાઈએ ખૂબ સહાયક બની કૃતિ તૈયાર કરી હતી.