ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે દર વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાન આ ગામે આવેલ ‘વરદાયી માતા’ના મંદિરે અખંડ જ્યોતમાં શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. જેમાં કરોડો રૂપીયાના ઘીનો બગાડ થઈ રહ્યો હોય આવી અંધ શ્રધ્ધા બંધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.
રાજકોટ સ્થિત ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તથા સમય સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગરના ડાયાભાઈ ચૌહાણ (ડાયાભાઈ ઘડીયાળી)એ રાજ્યપાલ ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર પાઠવી એવા જિલ્લાના રૂપાલા ગામે વરદાયી માતાનું મંદિર આવેલુ છે. આ મંદિરનો વહીવટ મામલતદાર દ્વારા કરવામાં આવે છે અને પ્રતિવર્ષ આસો નવરાત્રીનો વિશાળ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં અંતિમ નોરતે એટલે કે નવમા નોરતે આખી રાત ગામના ૨૭ ચોકમાં માતાની જ્યોત પલ્લી ફેરવવામાં આવે છે. અને દેશ વિદેશથી આવેલા સેંકડો શ્રધ્ધાળુઓ દ્વારા મોટા ડ્રમ ટીપડા ભરીને લાવવામાં આવેલ શુધ્ધ ઘી જેનો આંક કરોડો રૂપીયામાં આંકવામાં આવે છે. તેનો અભિષેક કરવામાં આવે છે જેમાં મોટા પ્રમાણમાં આ ઘી રોડ પર વહે છે અને લોકોેના પગ તળે કચડાય છે. આ રીતે વ્યર્થ બગાડ થતા કરોડોની કિંમતના ઘીનો બગાડ થતો અટકાવવામાં દરેક સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોને વહેચવામાં આવે કે પોષણક્ષમ ખોરાકથી વંચીત ગરીબોને આપવાથી ભૂખ મરા જેવી બદી-દુષણ દુર કરી શકાશે આ મુદ્દાને સત્વરે ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.