શહેરની સર પી.પી. કોલેજમાં બપોરનાં સમયે હથઈયારો સાથે આવેલા ટોળાએ વિદ્યાર્થી પર નીર્લજ્જ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી નાસી છુટ્યા હતા બનાવ બનતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના તળાજારોડ પર રહેતા ભગીરથભાઈ મહેન્દ્રભાઈ બારૈયા ઉ.વ.૨૨ પર આજ બપોરના સમયે સર.પી.પી. કોલેજની કેન્ટીનમાં અમુક શખ્સો ધોકા, પાઈપ, સ્ટમ્પ, બેટ, સહિતના હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ કરી બાઈકની તોડફોડ કરી નાસી છુટ્યા હતા બનાવમાં ઈજાગ્રસ્ત ભગીરથભાઈને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નીવેદન લઈ ફરીયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.