ભાવનગરને આંગણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ નિત્ય સવારે પ્રાંતઃપૂજામાં તેમજ સાંધ્યસભામાં સૌને અધ્યાત્મરસમાં રસભીના કરી રહ્યા છે બ્રહ્મના સંગે બ્રહ્મના રંગે થીમ આધારીત વિવિધ ભક્તિભર્યા કારાયક્રમો સ્વામીએ વહાવેલી જ્ઞાનગંગામાં ઝબકોળાઈ સેંકડો મુમુક્ષુઓ કૃતાર્થ થઈ રહ્યા છે. સ્વામીનું નિઃસ્વાર્થ પ્રેમાળ વાત્સલ્ય સૌમાં અનેરૂ આધ્યાત્મિક બળ પ્રેરે છે. સ્વામીની સાધુતાનો દિવ્ય પ્રભાવ સૌના હૈયામાં અમીટ છાપ અંકિત કરી દે છે.
આજે સવારે છાત્રાલય દિન નિમિત્તે પ્રેરણાવચનો આપતા પૂ.મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, બહુધા સંકુલોમાં વિદ્યાર્થીઓને આજના જમાનાને અનુરૂપ મેનર્સ તેમજ એટીકેટ વિશેષ શિખવાડાય છે. ત્યારે બી.એ.બી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સહજાનંદી સંસ્કાર સાથે ઉચ્ચ જીવન ઘડતરના પાઠ શિખવાડાય છે. અહી જે ટ્રેનીંગ અપાય છે તે વિદ્યાર્થીઓ માટે સંસ્કાર, શિક્ષણ અને સુવિધાઓનું ત્રિવેણી સંગમ બની રહે છે. પૂ. સ્વામીએ સત્સંગની છાયામાં ઉછરેલા છાત્રાલયનાં વિદ્યાર્થીઓને ‘અક્ષરપુરૂષોત્તમના યોધ્ધાઓ’તરીકે બિરદાવી આ યોધ્ધાઓ ભવિષ્યમાં અનેકના જીવન ઉજાળશે તેમ જણાવ્યું હતું.
સત્સંગમાં આવ્યા પછી પણ કેટલાક ભક્તો મંત્ર તંત્ર, દોરા ધાગાને આશરે જતા હોય છે જેને પાકો આશરો ના કહેવાય દ્રઢ આશરાના લક્ષણ બતાવતા પૂ. સ્વામીએ કહ્યુ હતું કે હરિભક્તના જીવનમાં ભગવાન જ પ્રધાન રહે અને નિરંતર ભગવાનમાં જ રસબસ રહ્યા કરે તેને દ્રઢ આશરો કહેવાય. વાચસ્પતિ સંત પૂ.વિવેકસાગર સ્વામીએ છાત્રાલય દિને બી.એ.પી.એસ. સ્વામીનારાયણની ગાથા રજુ કરતા જણાવ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સને ૧૯૬૫માં વલ્લભવિદ્યાનગર ખાતે પ્રથમ વિદ્યાર્થી સંકુલને પ્રારંભ કર્યો હતો.
એ બીજને વટવૃક્ષ બનાવીને પ્રમુખસ્વામી મહરારાજ અનેક શહેરોમાં બી.એ.પી.એસ. સ્વામીનારાયમ છાત્રાલયની શ્રેણી રચીને એક આગવી ઓળખ ઉભી કરી છે.
પૂ.વિવેકસાગર સ્વામીએ પ્રમુખસ્વામીએ ભેટ આપેલુ ભાવનગર બી.એ.પી.એસ. છાત્રાલયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ છાત્રાલય પણ આધ્યાત્મિક સંસ્કારોના સથવારે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાળતુ રહેશે. બી.એ.પી.એસ. છાત્રાલયોમાંથી ઘણા છાત્રો અમેરિકા જેવા દેશોમાં સેટલ થયા છે.
છાત્રાલયદિને છાત્રોએ સાયંસભામાં નૃત્યુ વિડીયો સ્ક્રીટ પ્રસંગકથન અનુભવકથન ગુણગ્રહણ વગેરે ભક્તિપૂર્ણ કાર્યક્રમો રજુ કર્યા હતા. પૂ.સ્વામી તા.૧૦-૧૦૨૦૧૮ને આજે બુધવારે સાંજે મહુવા જવા વિદાય થશે.