ઈન્ટરપોલના પૂર્વ ચીફની પત્નીને ફોન પર મળી મારી નાંખવાની ધમકી

686

ઇન્ટરપોલના ભૂતપૂર્વ ચીફ મેંગ હોંગવેઇની પત્ની ગ્રેસ મેંગે પોતાનો અને બાળકોનો જીવ જોખમમાં હોવાનું જણાવ્યું છે. ગ્રેસના જણાવ્યા અનુસાર, તેના પતિ મેંગ ગુમ થયા બાદ એક અજાણ્યા વ્યક્તિએ તેને કોલ કરીને કહ્યું કે, બે ટીમો ગ્રેસ અને તેના ટ્‌વીન બાળકોને મારવા આવી રહી છે.

અમેરિકન ન્યૂઝ વેબસાઇટ અનુસાર, ગ્રેસ હાલ ફ્રાન્સમાં તેના જોડીયા બાળકો (૭ વર્ષ) સાથે એકલી છે. તેણે અત્યાર સુધી તેના બાળકોને એ પણ નથી જણાવ્યું કે, તેઓના પિતા સાથે શું થયું છે. ગ્રેસે બંને બાળકોને ૧૦ દિવસથી સમાચારપત્રો અને ટીવીથી દૂર રાખ્યા છે.

ગ્રેસના જણાવ્યા અનુસાર, બાળકો તેને રડી રડીને વારંવાર સવાલો પૂછે છ. એવામાં ઠંડીના કારણે તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને તેને શાંત કરે છે. આ સિવાય બાળકોને પોતાના ફોનથી પણ દૂર રાખે છે, જેથી તેઓને કોઇ પ્રકારની તકલીફ ના થાય.

ઇન્ટરપોલના ભૂતપૂર્વ ચીફની પત્નીએ જણાવ્યું કે, ચીનની કોમર્સ એમ્બેસીથી તેઓને વારંવાર કોલ આવી રહ્યા છે. ગ્રેસને મળવાનું કહી રહ્યા છે.

Previous articleપાકિસ્તાન સેનાના લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર ISIના નવા ચીફ
Next articleનંબી વિરુદ્ધ ષડ્યંત્રણ ઘડ્યું હતું તેની વિરુદ્ધ કાર્યવાહી થશે : કેરલ સીએમ