તુષાર મહેતા બન્યા દેશના નવા સોલિસિટર જનરલ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

1267

તુષાર મહેતાને સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા બનાવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ એડિશનલ સોલિસિટર ઓફ ઈન્ડિયાની પોસ્ટ પર હતાં. નોંધનીય છે કે, રંજીત કુમારે જ્યારથી રાજીનામું આપી દીધું ત્યારથી ઓક્ટોબર ૨૦૧૭થી આ પદ ખાલી હતું.

તુષાર મહેતા મુળ ગુજરાતના જામનગરના છે અને તેમણે ૮૦ના દાયકાથી વકિલાત શરૂ કરી હતી. તેમના પિતા જામનગર તાલુકામાં અધિકારી હતાં. તેઓ ખૂબ નાના હતાં ત્યારે જ તેમના પિતાનું એક રોડ એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું.

૨૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ રજિંત કુમારે કોઈ પણ કારણ જણાવ્યા વગર રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી સરકારે કેકે વેણુગોપાલને અટૉર્ની જનરલ બનાવ્યા હતા. પરંચુ સોલિસિટર જનરલની નિમણૂક થઈ શકી નહતી. જોકે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, નવા સોલિસિટર જનરલની નિમણૂક ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

Previous articleનંબી વિરુદ્ધ ષડ્યંત્રણ ઘડ્યું હતું તેની વિરુદ્ધ કાર્યવાહી થશે : કેરલ સીએમ
Next article૧૨ લાખ રેલવે કર્મચારીઓને સરકારની ભેટ, મળશે ૭૮ દિવસનું બોનસ