પાકિસ્તાનની સેનાના લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ૈંજીૈં) ના પ્રમુખ નિમવામાં આવ્યા છે. અસીમ મુનીર પૂર્વ આઇએસઆઇ ચીફ લેફ્ટનન્ટ નાવેદ મુખ્તારની જગ્યા લેશે.
આ પહેલા પાકિસ્તાન મીડિયામાં પણ તેમને ૈંજીૈંમાં પ્રમુખ પદ આપવાની સંભાવનાઓએ રંગ પકડ્યો હતો. પાકિસ્તાનની સેનાએ સપ્ટેમ્બરમાં પાંચ મેજર જનરલના પ્રમોશન કરીને લેફ્ટનન્ટ બનાવ્યા હતા. જેમાં અસીમ મુનીર પણ સામેલ હતા.
લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાન મિલેટરી ઇન્ટેલિજન્સના વડા તરીકે પણ સેવા આપી હતી. આ સિવાય તેઓ ફોર્સ કમાન્ડ નોર્ધન એરિયાના કમાન્ડર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. અસીમ મુનીરને માર્ચ ૨૦૧૮માં હિલાલ-એ-ઇમ્તિયાજ એવોર્ડથી પણ સમ્માનિત કરાયા છે. હિલાલ-એ-ઇમ્તિયાજ પાકિસ્તાનનું બીજુ મોટું નાગરિક પુરસ્કાર છે જે પાકિસ્તાન સેનાના અધિકારીઓને આપવામાં આવે છે.
પાકિસ્તાન સેનાએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા અન્ય મહત્વ પદો પર અધિકારીઓની વરણીની જાણકારી આપી હતી. જે મુજબ લેફ્ટનન્ટ જનરલ અઝહર સાલેહ અબ્બાસી જનરલ હેડક્વાર્ટરમાં ચીફ ઓફ લાજીસ્ટિક સ્ટાફની જવાબદારી સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ અઝીઝને જનરલ હેડક્વાર્ટર્સના સેના સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમદ અદનાન અને વસીમ અશરફની અનુક્રમે વાઇસ ચીફ ઓફ જનરલ સ્ટાફ અને આર્મ્સ આઇજી તરીકે નિમણૂક કરાઇ હતી.