૧૨ લાખ રેલવે કર્મચારીઓને સરકારની ભેટ, મળશે ૭૮ દિવસનું બોનસ

707

તહેવારની સીઝન પહેલાં સરકારે રેલવે કર્મચારીઓને બોનસ આપવાના પ્રસ્તાવ પર નિર્ણય લીધો છે. આ વખતે રેલવેના દરેક કર્મચારીને ૧૭,૯૫૦ રૂપિયા બોનસ તરીકે મળશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૭૮ દિવસનું વેતન બોનસ તરીકે આપવામાં આવે છે. રેલવેના આશરે ૧૨ લાખ નૉન ગેજટેડ કર્મચારીઓને તેનો લાભ મળશે.

ઑલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની માગને સ્વીકારતા બોર્ડે ૭૮ દિવસનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે. આ બોનસ રેલવે બોર્ડના ક્લસ થ્રી તથા ફોરના કર્મચારીઓને મળશે.

તેના માટે અલગથી સપ્લીમેન્ટ્રી બિલ પાસ કરાવીને એક જ દિવસમાં સીધા કર્મચારીઓના બેન્ક એકાઉન્માં બોનસના રૂપિયા નાંખી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને દીવાળીનું બોનસ આપે છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે રેલવે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓને આકર્ષક બોનસની ભેટ આપી શકે છે.

Previous articleતુષાર મહેતા બન્યા દેશના નવા સોલિસિટર જનરલ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
Next articleરેખાના જન્મદિવસે તમામ ચાહકો દ્વારા શુભેચ્છાઓ