ભાનુરેખા ગણેશન મુખ્ય રીતે રેખા તરીકે બોલિવૂડમાં જાણીતી રહી છે. બોલિવૂડની વિતેલા વર્ષોની ગ્લેમર ગર્લ રેખા આજે પણ ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે. ૧૦મી ઓક્ટોબર ૧૯૫૪ના દિવસે જન્મેલી રેખા આજે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. રેખાના જન્મદિવસે ચાહકોએ શુભેચ્છા આપી હતી. રેખા આજની તારીખમાં પણ સક્રિય થયેલી છે. જુદા જુદા એવોર્ડ કાર્યક્રમમાં તે હાજર રહે છે. હાલમાં જ તે ખાસ મંચ પર રણબીર અને કરણની સાથે નજરે પડી હતી. ભારતીય મીડિયામાં સેક્સ સિમ્બોલ તરીકે રેખા ચમકતી રહી છે. ૧૯૭૦ના દશકા બાદથી રેખા બોલિવૂડમાં છવાઈ ગઈ હતી. તેના જન્મ દિવસે ચાહકોએ રેખાને શુભેચ્છા આપી છે. હિન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી પૈકીની એક તરીકે રેખાને ગણવામાં આવે છે. રેખાએ ૧૯૬૬માં તેલુગી ફિલ્મ રંગુલા રત્નામ સાથે કેરિયર શરૂ કરી હતી. ૧૯૭૦માં તે સાવન ભાદો ફિલ્મમાં પ્રથમ વખત અભિનેત્રી તરીકે નજરે પડી હતી. શરૂઆતની ફિલ્મોમાં સફળતા નહીં મળતાં તે ઓછી જાણીતી રહી હતી. પરંતુ ૭૦ બાદ તે છવાઈ ગઈ હતી. અમિતાભ બચ્ચન સાથે તેની જોડીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. ૪૦ વર્ષ સુધી બોલિવૂડમાં રહી ચૂકેલી રેખા ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રેખાને ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે.