રાજુલા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.૭ થી ૧૪ સુધી જનસંપર્ક કાર્યક્રમમાં કેન્દ્રથી લઈ રાજ્ય સરકારના મંત્રીઓ રાજુલા તાલુકા બાબરીયાધાર, ખારીમાં શક્તિ કેન્દ્ર દ્વારા બાબરીયાધારના ૬૩૦ ઘરે ઘરે જઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકામાં કેત તમારા ગામમાં વિકાસ થયો છે કે, નહીં તેવી રૂબરૂ જનતા પાસેથી જાણ મેળવતા ભાવનગર સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, માજી ધારાસભ્ય સાવરકુંડલાના કાળુભાઈ વીરાણી, બાબરીયાવાડના કાતર દરબાર દાદબાપુ વરૂ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, જિલ્લા ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, સુકલભાઈ બલદાણીયા, રાજુલાના ડો.હિતેશભાઈ હડીયા, કોળી સમાજના પ્રમુખ કમલેશભાઈ મકવાણા, માજી તાલુકા ઉપપ્રમુખ એભલભાઈ મેંગળ, રણછોડભાઈ મકવાણા, નનકુભાઈ ગઢવી, અરવિંદ ભારતી, ડુંગરના મુસ્લિમ આગેવાન લઘુમતી સેલના તાલુકા પ્રમુખ લોંગભાઈ ગાહા, મહામંત્રી યાસીકભાઈ કલાણીયા, તાલુકા પંચાયતના અમરાભાઈ ભરવાડ સાથે જઈ ડુંગર ગામની તેમજ બાબરીયાધાર ગામની શેરીઓ રાજમાર્ગો પર દુકાને દુકાને ઘરે ઘરે જઈ તમારા ગામનો વિકાસ થયો છે કે નહીં ત્યારે ૮૦-૮૦ વર્ષના બુઝુર્ગોએ જવાબ આપ્યો કે ૬૦-૬૦ વર્ષથી અમોએ આવો વિકાસ ક્યારેય જોયો નથી તેવા જવાબોની નોંધ લેવાય.