મહિલાઓના યૌન ઉત્પીડન સામે ચલાવી રહેલા ઈંસ્ીર્ર્ કેમ્પેને દેશભરમાં હલચલ મચાવી દીધી છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા પછી બીજી મહિલાઓ પણ પોતાની સાથે થયેલી ઘટનાઓનો ખુલાસો કરી રહી છે.
આ યાદીમાં હવે બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાનું નામ પણ જોડાઈ ગયું છે. જ્વાલા ગુટ્ટાએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો. જોકે જ્વાલાનું કહેવું છે કે તેનું શોષણ શારીરિક નહીં, પરંતુ માનસિક હતું.
કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ ગોલ્ડ મેડલ વિજેતા જ્વાલા ગટ્ટાએ ટિ્વટર પર લખ્યું, ”મને લાગે છે કે મારે પણ મારી સાથે થયેલા માનસિક શોષણને બહાર લાવવું જોઈએ. ૨૦૦૬માં જ્યારે એ વ્યક્તિ ચીફ બન્યો છે, તેણે મને નેશનલ ચેમ્પિયન હોવા છતા ટીમમાંથી બહાર કરી દીધી હતી.
જ્યારે હું રિયોથી પાછી ફરી તો નેશનલ ટીમમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે તે વ્યક્તિ સફળ ન થઈ શક્યો તો તેણે મારા સાથીઓને ધમકીઓ આપી હતી અને તેમને પરેશાન કર્યા હતા. તેણે મને દરેક પ્રકારે અલગ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. રિયો ઓલિમ્પિક પછી જે ખેલાડી સાથે મારે મિક્સ ડબલ્સ રમવાની હતી તેને પણ ધમકી આપવામાં આવી હતી.”
હૈદરાબાદમાં રહેતી જ્વાલાને લાંબા સમયથી મુખ્ય કોચ પુલેલા ગોપીચંદ સાથે મતભેદ રહ્યા છે. જ્વાલાએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે, ”તે સંપૂર્ણપણે સિંગલ ખેલાડીઓ પર ધ્યાન આપે છે અને ડબલ્સ ખેલાડીઓને નજરઅંદાજ કરે છે.” જ્વાલાએ ટિ્વટ કરતાં જોકે કોઈનું નામ નથી આપ્યું.