રાજુલાથી વાવેરાથી થોરડી રોડ પર સાવરકુંડલાના આદસંગ ગામનો તરવરીયો યુવાન રાજુભાઈ અરજણભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.રર પોતાનું મોટરસાયકલ વાવેરાથી થોરડી રોડ પરથી આદસંગ ગામે આવતા એક વળાંકમાં મોટરસાયકલ સ્લીપ થઈ જતાં ખાંભામાં અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા સાથે કણસતા જોઈ રસ્તે હીરાભાઈ સોલંકી સોમનાથ-વેરાવળના પ્રવાસે હોય પણ તેમને ત્યાં રહી ફોન દ્વારા કમલેશભાઈ મકવાણા તેમજ રણછોડભાઈ મકવાણાને જાણ કરતા તેઓએ તાબડતોબ દવાખાનેથી એમ્બ્યુલન્સ મંગાવી કાર્યવાહી હાથ ધરી પણ રાજુભાઈને માથાના ભાગે અતિ ગંભીર ઈજા તેની સાથે માથુ અથડાતા ફાટી જતા કમકમાટીભર્યુ થયેલ મોતથી સમસ્ત કોળી સમાજ સ્તબ્ધ થઈ ગયો. આ એક જ ઘરમાં ત્રણ વર્ષના ત્રણના મોત તેના બાપુજી, તેના કાકા અને આજે રાજુભાઈ આમ ત્ર વર્ષની અંદર એક જ પરિવારમાં ત્રણ-ત્રણના મોતથી સમસ્ત કોળી સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. હીરાભાઈ સોલંકી દ્વારા તેના પરિવારના મોભી ભોળાભાઈ મકવાણાને સોમનાથ રહી સાંત્વના આપી હતી.