અમદાવાદ સહિત ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવની આજે પરંપરાગતરીતે શરૂઆત થઇ હતી. હવે નવ દિવસ સુધી નવરાત્રિ ઉત્સવની ધૂમ રહેશે. અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ જીએમડીસી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ગુજરાત કેબિનેટના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણી પ્રથમ દિવસે આરતી કરીને આની શરૂઆત કરાવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત કેબિનેટના અન્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે છત્તીસગઢથી પણ અહીં કલાકારો પહોંચ્યા છે. નવરાત્રિ ઉત્સવની શરૂઆત થયા બાદ હવે દરરોજ રાત્રે નવ કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે. આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણો પ્રદર્શિત કરાયા છે. ઉપરાંત છત્તીસગઢથી ક્રાફ્ટ સ્ટોલ અને ફુડ સ્ટોલની વ્યવસ્થા કરાઈ છે. ૭૫ જેટલા ક્રાફ્ટ સ્ટોલ મુકાયા છે. રાત્રે ૧૧.૪૫ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૧૭માં નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેનારની સંખ્યા વધીને ૬.૫૦ લાખ સુધી પહોંચી હતી. અદાવાદના વાયએમસીએ ખાતે પણ રઢિયાળી રાત નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. દરરોજ જાણીતા ઓરકેસ્ટ્રા વિશેષ ટેલેન્ટ સાથે સ્ટેજ ઉપર લાઈવ પરફોર્મ કરનાર છે. કલ્ચરલ ગ્રુપ, પ્રોફેશનલ ગરબા ગ્રુપ, ટ્રેડિશનલ ડાન્સરો દરરોજ પરફોર્મ કરનાર છે. સંપૂર્ણપણે સુવિધાજનક પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે.
અમદાવાદ શહેરની તમામ મોટી સોસાયટીઓ અને મોટા વિસ્તારમાં સાર્વજનિક નવરાત્રી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ વખતે મોટાપાયે ચકાસણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. નવરાત્રી ઉત્સવને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે વિશેષ આયોજન પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ મુખ્ય કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે. આજે જીએમડીસી ગ્રાઉન્ડ પર નવરાત્રિ ઉત્સવની મોડી સાંજે પરંપરાગત રીતે શરૂઆત કરવામાં આવી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જુદા-જુદા આકર્ષણો રાખવામાં આવ્યા છે. આજે સાંજે મુખ્ય કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ નજીક હેલ્મેટ સર્કલ ખાતે આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાઈ હતી. આજથી શરૂ થયેલા નવરાત્રી ઉત્સવ દરમિયાન ખેલૈયાઓ ઉપર પણ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. શહેર પોલીસ નવરાત્રી ઉત્સવને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા સંપૂર્ણ રીતે તૈયાર છે. વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે નવરાત્રી મહોત્સવનો કાર્યક્રમ થાય છે ગ્રાઉન્ડ પર નાઈટ વિઝનના સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે. નવરાત્રી ઉત્સવની રાજ્યભરમાં આજે પરંપરાગત રીતે શરૂઆત થઈ હતી. નવરાત્રી ઉત્સવની નવ દિવસ સુધી ધૂમ રહેનાર છે. અમદાવાદીઓ હાલમાં જોરદાર ખરીદીના મૂડમાં દેખાઈ રહ્યા છે. મોટાભાગના ગરબા આયોજકો દ્વારા પણ શાનદાર તૈયારી કરી લેવામાં આવી છે. આજે નવરાત્રિ ઉત્સવની શરૂઆત થયા બાદ હવે નવ દિવસ સુધી નવરાત્રીની ધૂમ રહેશે. યુવક-યુવતિઓ માટે આ પ્રસંગ સૌથી મોટા પ્રસંગ તરીકે હંમેશા રહે છે. યુવક-યુવતિઓ દ્વારા પહેલાથી જ નવરાત્રી ઉત્સવ દરમિયાન તેની ઉજવણી કરવા વિશેષ ખરીદી કરવામાં આવી ચુકી છે. બજારો પણ ઘણા દિવસોથી ભરચક હતા. માં અંબાની સ્થાપના ઘરમાં પણ કરવામાં આવનાર છે. ઉત્તમ ફળ કઈ રીતે મળે તે માટે પણ પુજારીઓ દ્વારા ધાર્મિક વિધી કરવામાં આવતી હોય છે. શહેરની જુદી જુદી જગ્યાઓ, પાર્ટી પ્લોટમાં, ક્લબમાં, સોસાયટીઓમાં આયોજનમાં આયોજકો વ્યસ્ત રહ્યા હતા. માતા અંબાની પૂજા આ નવ દિવસ દરમિયાન કરવામાં આવે છે. આ વખતે નવરાત્રી ઉત્સવ દરમિયાન કેટલાક થીમ પણ વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. નવરાત્રી પહેલાં યુવા પેઢીને વિવિધ ડાન્સ સ્ટેપ શીખવાડવા માટે પણ ઘણા ક્લાસીસ ચાલી રહ્યા હતા.શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ લાઉડ સ્પીકરના ઉપયોગ માટેની મહેતલને હળવી કરી છે અડધી રાત બાદ પણ રેસ્ટોરન્ટ અને હોટલો ખુલ્લી રહેવાની વાત કરવામાં આવતા ખેલૈયાઓ મોડી રાત સુધી રંગત માણી શકશે.શહેરના અન્ય સ્થળો એ યોજાનારા ગરબા સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેર પોલીસ દ્વારા પાર્ટીપ્લોટમાં થનારા ગરબામાં આયોજકોને સિક્યોરીટી અંગે ખાસ ધ્યાન દોરવાઈ છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ ખાસ ધ્યાન દોરવાઈ રહ્યું છે. તેમજ સુચનાઓ પણ અપાઈ છે. ગરબા આયોજકો ગરબાને સ્થળે ખાનગી સિક્યોરીટી તેમજ સીસીટીવી કેમેરા લગાવવા સુચના અપાઈ હતી. મહિલા પોલીસ દ્વારા ગરબાના સ્થળોએ સતત પેટ્રોલીંગ કરવાના આદેશ અપાયા છે.