રાજુલા તાલુકા પંચાયતનું જર્જરીત બિલ્ડીંગ નવું બનાવવાની રજૂઆત

658

રાજુલા તાલુકા પંચાયત કચેરીનો પડુપડુ ઠાંચો પાડી નવું બિલ્ડીંગ બનાવવા અવારનવાર થયેલ રજૂઆતો પણ આંખ આડા કાન કરતું તંત્ર ચેરમેન ભીખાભાઈ, પ્રમુખ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈને રૂબરૂ રજૂઆત કરી હતી.

રાજુલા તાલુકા પંચાયત કચેરીનો પડુ પડુ થઈ ગયા બાબતે અગાઉ કરેલ અનેક રજૂઆતો જેની મંજુરી મળવા છતા આજની તારીખ સુધી નવા બિલ્ડીંગ બનાવવાની કોઈ કાર્યવાહી ન થતાં આજે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર, તાલુકા પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર સહિત આગેવાનોએ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલાની રૂબરૂ જઈ ફરીવાર રજૂઆત કરાઈ. જેમાં ઉલ્લેખ કરાયો કે તાલુકા પંચાયત કચેરીનો જુની ઢાંચો પડુ પડુ થયેલ હોય તેમજ શિક્ષણ વિભાગમાં નળીયા અને તિજોરીઓ નાશ થઈ ગયેલ હોય ઉપરથી પડતું ચોમાસાનું પાણી તાલુકાના ૭ર ગામનું રેકોર્ડ નસ્ટ થવાની તૈયારીમાં હોય માટે નવા બિલ્ડીંગ બનાવવાની કાર્યવાહી તાત્કાલિક થાય તેવી રજૂઆત કરાઈ હતી.

Previous articleનવરાત્રી ઉત્સવની ભવ્ય શરૂઆત : ખેલૈયાઓ તૈયાર
Next articleરાજુલાના ગામોમાં સાંસદ કાછડીયાની મુલાકાત : ઠેર-ઠેર મળી રહેલો આવકાર