રાજુલા તાલુકાની મુલાકાતે સાંસદ નારણભાઈ કાછડીયાના ૭ર ગામના ખેડૂતો આમ જનતા સુધીની રૂબરૂ મુલાકાત દરમ્યાન આજે ઉચૈયા, ભચાદર, ધારાનાનેસ, વડ, છતડીયા સહિત પાંચ ગામની રૂબરૂ મુલાકાતમાં નાની બાળાઓ દ્વારા તિલક કરી સ્વાગત સાથે સન્માન સાથે જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા પંચાયતના અરજણભાઈ લાખણોત્રા, માર્કેટયાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, માજી ચેરમેન અરજણભાઈ વાઘ, માજી સરપંચ (ઉચૈયા) અમરૂભાઈ ધાખડા, સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, તખુભાઈ ધાખડા સરપંચ ભચાદર, વિરભદ્રભાઈ ડાભીયા છતડીયા સરપંચ, ઉપસરપંચ ઉચૈયા દિલુભાઈ ધાખડાની હાજરીમાં પાંચ ગામોના વિવિધ પ્રશ્નોની લેખીતમાં રજૂઆત કરેલ અને જે તે વિભાગના ખાતાકિય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ. જેમાં મુખ્ય પ્રશ્ન નર્મદા યોજનાનું પીવાના પાણી માટે ભેરાઈ રોડથી ત્રણ ગામો જેમાં ધારાનાનેસ ભચાદર અને ઉચૈયા સુધી પાણીની પાઈપલાઈન નવી નાખવી જે આજે જ આવી ગઈ. ઉચૈયા ગામમાં જર્જરીત ૧૦ વિજપોલ બદલવાવાની રજૂઆતથી આજે જ વિજપોલ ઉચૈયામાં આવી પણ ગયા તેમજ ધારાનાનેસથી લોઠપુરનું બેઠુ નાળુ જે ચોમાસાના આવતા પુરથી ત્રણ ગામો તંત્રથી વિમુખ થઈ જતા હોય છે તે ધાતરવડીનો ઉંચો પુલ નવો બનાવવા દરખાસ્ત અને જે ઉચૈયાનું મુખ્ય પ્રવેશદ્વાર રેલ્વેનું સાંકડુ નાળા બાબતે અગાઉ આપેલ આવેદનપત્ર બાબતે રેલ્વે વિભાગને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ અપાયા. આવા રાજુલા તાલુકાની જનતા અને ખેડૂતોના મુંજવતા ગંભીર પ્રશ્નોના નિરાકરણ માટે ફટાફટ કામોનો ઉકેલ આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. ઉપરાંત નારણભાઈએ કહેલ કે મારી પાસે અત્યાર સુધીની જે જે રજૂઆતો બાબરીયાવાડની આવી તેના માટે મે કરોડો રૂપિયાના કામો બાબરીયાવાડમાં કરાવ્યા છે.