લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો

946

આજના આ યાંત્રિક યુગમાં સજીવ સુષ્ટિ અનેક વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહી છે તે સમસ્યાઓના ગંભીર પરિણામોને નાટક દ્વારા તાદ્રશ્ય કરી લોકજાગૃતિ માટે દર વર્ષે નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, મુંબઈ તથા નેહરુ સાયન્સ સેન્ટર દ્વારા નેશનલ સાયન્સ ગુજરાતમાં રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કરવામાં આવનાર છે, જયારે ય્ેંત્નર્ઝ્રંજી્‌ પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ભાવનગર જીલ્લા કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમના ભાગરૂપે ભાવનગર જીલ્લામાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા એ. કે. મોરડિયા હાઈ સ્કુલ, નારી ખાતે  સવારે ૯.૩૦ થી ૪.૦ દરમ્યાન સાયન્સ ડ્રામા-૨૦૧૮ મુખ્ય થીમ સાયન્સ એન્ડ સોસાયટી અને એના કુલ ૪ પેટા વિષયો પર આયોજિત કરવામાં આવેલ. આ કાર્યક્રમના ઉદ્ધાટન સમારોહમાં નિર્ણાયક તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ જોષી (રીટાયર્ડ કર્મચારી, ભાવનગર), દીપભાઈ વ્યાસ (શિક્ષક, ધનેશ મેહતા હાઇસ્કુલ, ભાવનગર) તથા સતીષભાઈ મકવાણા અને અશ્વીનભાઈ પટેલ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સંપૂર્ણ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાવનગર જીલ્લાની કુલ ૧૧ શાળાની ટીમોના ૮૮ સ્પર્ધકો અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી તથા અન્ય વિદ્યાર્થીઓ સહીત ૨૦૦ થી  વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે જી.એમ. ડોન્ડા પ્રાથમિક શાળા, ભાવનગર, દ્વિતીય ક્રમે સ્વામી નારાયણગુરુકુળ, ભાવનગર અને તૃતીય ક્રમે એ.કે. મોરડિયા હાઇસ્કુલ,નારી ની ટીમને વિજેતા જાહેર થયેલ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જીલ્લા કક્ષાના સાયન્સ ડ્રામા-૨૦૧૮ માં વિજેતા થયેલ શાળાના વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Previous articleરાસ ગરબા સ્પર્ધામાં કલાપથ સંસ્થા પ્રથમ
Next articleખેલમહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં સ્વામીનારાયણ વિદ્યાલય પ્રથમ