શહેરના સર.ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફલુની સારવાર અર્થે દાખલ થયેલ ગારિયાધાર પંથકનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. સર.ટી. હોસ્પિટલમાં ર૪ કલાક પુર્વે ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે રહેતા ૪પ વર્ષીય આધેડને ગંભીર હાલતે સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં આ દર્દીઓ પર કોઈ સારવાર કારગત નિવડે એ પુર્વે તેમણે દમ તોડતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા નિયમ અનુસાર ડેડ બોડી પેક કરી તેના પરિવારને સોંપવામાં આવી હતી. આ સાથે સ્વાઈન ફલુથી મોતને ભેટનાર દર્દીઓના સંખ્યા ૧૦ની થવા પામી છે. હજુ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે તથા પ દર્દીઓ શંકાના પરિધમાં હોય તેમને રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.