ભગવાનમાં મહિમા સહિત ભક્તિ થાય તો કદી વિધન આવશે નહીં – પૂ. મહંત સ્વામી

1029

આજે અક્ષરવાડી ખાતે છેલ્લા બાર દિવસથી પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ચાલતા સંસ્કાર સિંચન ભવ્ય અને દિવય મહાયજ્ઞના અંતે વિશ્વ વંદનિય પરમ પૂજય મહંતસ્વામીએ વિશાળ ભક્તજન ઉપર આશીવર્ચન વરસાવતા ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અંત્યના ર૬ને સમજાવતા જણાવ્યું કે ભગવાનમાં મહિમા સહિત ભક્તિ થાય અને અક્ષર અહંમ પુરૂષોત્તમ દાસોસ્મીનો અર્થ સમજાવતા જણાવ્યું કે હું અક્ષર એટલે કે ભગવાનનો ઉત્તમ ભક્તો અવો પુરૂષોત્તમનો (ભગવાનનો) દાસ છું. આમ દાસભાવે ભક્તિ કરવાથી દરેકનો મહિમા સમજાય અને હઠ, માન, ઈર્ષા, મારૂ તે નિકળી જાય અને સંપ, સહૃદભાવ અને એકતા વધે. તેઓને સંપ રહે તે ખુબ જ ગમે છે આમ ભગવાનના ભક્તનો મહિમા સમજાય તે આ વચનામૃનો સાર છે. ગોપીઓને કહ્યું કે અમારી ચીતા સળગી હશે તો અમારા હાડાકામાંથી પણ શ્રીકૃષણ, શ્રીકૃષ્ણ એવા શબ્દ્યો સંભાળશે તો ભગવાનના મહિમા સહિતની અને ભક્તિ કહેવાય. આવી ગોપીઓ જેવી ભક્તિ કરવાની શીખ આપી. યોગીજી મહારાજે તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ પાસે એવું માંગ્યું કે તમારા સંબંધવાળો સત્સંગી ગમે તેવો હોય તો પણ હું મારા માથાના મુગટ સમાન સમજીશ. તો ગુરૂઓ જ આવું માંગે તો હરિભક્તે પણ તે માર્ગે ચાલવું તેવી શીખ આપી. સાંજે ભાવનગરથી વિદાય લઈ તેઓ મહુવાના આંગણે પધાર્યા હતાં. બાર દિવસના વિવિધ દિનની ભવ્ય ઉજવણીનો લાભ અંદાજે એકાદ લાખ હરિભક્તોએ લીધો હતો. યુવતિ મંડળ દરરોજ નવી નવી રંગોળી કરી મહંતસ્વામીનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. છેલ્લા દિવસે દરરોજના કાર્યક્રમ દર્શાવતી રંગોળી બનાવી હતી.

Previous articleવિશ્વ માનસિક આરોગ્ય દિન નિમિત્તે ડિબેટ
Next articleવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે પોસ્ટર સ્પર્ધા યોજાઈ