વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે પોસ્ટર સ્પર્ધા યોજાઈ

1166

વિશ્વમાં માનસિક બિમારીઓ અંગે જાગૃતિ ફેલાય અને દર્દીઓ અને તેમના સગાઓની તકલીફો હળવી થાય તે હેતુથી ૧૦મી ઓકટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરની મેડીકલ કોલેજ, સર.ટી. હોસ્પિટલના માનસિક રોગ વિભાગ તેમજ ભાવનગર નર્સીંગ કોલેજો અને ભાવનગર યુનિવર્સિટીના સાયકોલોજીન ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે સહકારથી જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયકોલજી ડિપાર્ટમેન્ટ ભાવનગર યુનિવર્સિટી ખાતે એમ.એ.ના વિદ્યાર્થી માટે પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ર૪ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો ડો. રિશી દેસાઅઈે યુવાનો અને માનસિક આરોગ્ય અંગે પ્રવચન આપ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને રોકડમાં ઈનામ આપવામાં આવ્યા હતાં. નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર સ્પર્ધાનું આયોજન માનસિક રોગ ઓ.પી.ડી.માં કરવામાં આવ્યું હતું તેમજ સહજાનંદ સ્કુલ ઓફ નર્સીંગના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક દ્વારા માનસિક બિમારીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને ઈનામો આપવામાં આવ્યા હતાં.

Previous articleભગવાનમાં મહિમા સહિત ભક્તિ થાય તો કદી વિધન આવશે નહીં – પૂ. મહંત સ્વામી
Next article૧૮ વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરનાર સાંજણાસરનો શખ્સ ઝબ્બે