૧૮ વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરનાર સાંજણાસરનો શખ્સ ઝબ્બે

1063

પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ૧૮ વર્ષ પુર્વે નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં ફરાર સાંજણાસર ગામના શખ્સને એલસીબી ટીમે શહેરના પાનવાડી ચોકપાસેથી ઝડપી લીધો હતો.

એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. રાજેન્દ્દસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,પાલીતાણા રૂરલ પો.સ્ટે.  ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે અટક કરવાનાં બાકી આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા રહે.સાંજણાસર તા.પાલીતાણા વાળો લાલ તથ કાળી લીટીવાળો સફેદ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરીને પાનવાડી ચોકથી એસ.ટી. બસ સ્ટેન્ડ જવાનાં રસ્તા ઉપર તાપીબાઇ હોસ્પીટલની સામે રોડ ઉપર ઉભેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા હાલ-કીમ ચોકડી પાસે, વાલેચા ગામ નેમુભાઇની વાડીમાં તા.માંગરોળ જી.સુરતવાળો હાજર મળી આવેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

Previous articleવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે પોસ્ટર સ્પર્ધા યોજાઈ
Next articleનેત્રહિન ગરબી મંડળ દ્વારા નવરાત્રીનો ઉત્સાહભેર પ્રારંભ