તારીખ ૧૦ /૧૦/ ૨૦૧૮ ને બુધવારના રોજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પટાંગણમા સૌપ્રથમ સ્લોક ગાન દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગાંધી અને મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સંસ્થાના માનદ મંત્રી લાભુભાઈ સોનાણી એ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરી નવરાત્રિનો હેતુ જણાવતા કહ્યું હતું કે સામાન્ય લોકોની જેમ નેત્રહીન લોકો પણ રાસ ગરબા રમી શકે અને સમાજની અંદર પોતાનું સ્થાન સ્થાપિત કરી શકે તે હેતુસર અને સામાન્ય લોકોના સહિયારા પ્રયાસોથી દર વર્ષે નેત્રહીનો દ્વારા નવરાત્રિનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે.
આ પ્રસંગે સુરેશભાઈ ધાંધલીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. ગાંધી સાહેબે પોતાના શબ્દો દ્વારા નવરાત્રિના આ મહોત્સવને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે મા ભગવતી માં અંબા આપ સર્વને શક્તિ અર્પણ કરે તે જ મારા તરફથી શુભકામનાઓ. ભરતભાઈ શાહ તરફથી ૧૨ જોડી બાર જોડી ચણીયા ચોળી અર્પણ કરાયા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ મહેશભાઈ પાઠકે કરી હતી. જ્યારે જ્યારે કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધીરડાએ કર્યું હતું. આ પ્રસંગે નેત્રહીન ભાઈઓ-બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.