શહેરના જવાહર મેદાનમાં મેળામાંથી મોટરસાયકલની ચોરી કરનાર શખ્સને એલસીબી ટીમ અને ઘોઘારોડ પોલીસ સ્ટાફે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એલ.સી.બી. તથા ઘોઘા રોડ પો.સ્ટે.ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ઘોઘા સર્કલ, ટી.વી. કેન્દ્ર, વૃધ્ધાશ્રમ સામે ચોકમાં આવતાં હિરો હોન્ડા મો.સા. રજી.નંબર-જીજે ૪ બીએ ૬૧૪૫ ઉપર શંકાસ્પદ ગોપાલભાઇ કિશોરભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.શ્રમજીવી અખાડાની સામે, ટી.વી. કેન્દ્ર નજીક, ભાવનગરવાળો નિકળતા તેની પાસે મો.સા.ના આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જે મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જેથી મો.સા. શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ.૨૦,૦૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. ઈસમની પુછપરછ કરતાં ઉપરોકત મો.સા. તેણે જવાહર મેદાનમાં આવેલ મેળામાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા, એસ.વી.આચાર્ય પો.ઇન્સ.,ઘોઘા રોડ પો.સ્ટે.નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં શિવરાજસિંહ સરવૈયા, મહિપાલસિંહ ગોહિલ, જયવિરસિંહ ચુડાસમા, તરૂણભાઇ નાંદવા, ભરતભાઇ જોષી તથા ઘોઘા રોડ પો.સ્ટે.નાં ડિસ્ટાફનાં રાજપાલસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ તથા વનરાજસિંહ ગોરધનભાઇ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.