કરોડો લોકોના આસ્થાનું પ્રતિક મહાનવરાત્રીનો લોકોની અનેરી આસ્થાઓ વચ્ચે પ્રારંભ થયો છે. શ્રધ્ધાળુઓ પરમ શક્તિની સાધના ઉપાસનામાં ભાવભેર લીન બન્યા છે.
સમગ્ર રાજય સાથો સાથ ભાવનગર શહેર જિલ્લામાં આસો નવરાત્રીનો દબદબાભેર પ્રારંભ થયો છે. અનેરી આસ્થા અને ઈશ્વરીયા ભક્તિનો સુવર્ણ અવસર અને માં જગત જનની નવ દિવ્સ દરમ્યાન વિવિધ સ્વરૂપોની પુજાઓ અનુષ્ઠાનો તથા વિધિ વધાનોનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ભાવનગર શહેર ઉપરાંત રાજપરા ખોડિયાર ઉંચા કોટડા સહિત અનેક દેવી તીર્થ ક્ષેત્રોમાં ભાવીક ભક્તોનો અભૂત પુર્વ પ્રવાહ દર્શન પુજન માટે ઉમટી પડ્યો હતો. આ ઉપરાંત અલગ-અલગ સમાજ દ્વારા પોતાની કુળદેવીઓના મઢ (દેવસ્થ્નો)માં વિશેષ અનુષ્ઠાનો પુજા, હોમ, યજ્ઞ યજ્ઞાદી કાર્યે થકી માતાના ગુણગાન ગવાયા હતાં.