ભાવનગરના ઘોઘાના સમુદ્ર તટે આકાર લઈ રહેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને લઈને નિયત નિશ્રીતતાના અભાવે સમગ્ર મુદ્દાને લઈને લોકોમાં ભરોસો ન હોવાનો સૂર ઉઠવા પામ્યો છે.
લગભગ વર્ષ-ર૦૧૩-૧૪ની સાલમાં ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ ગુજરાતને સમુદ્રી માર્ગે જોડવા માટેનું સ્વપ્ન દર્શાવ્યું હતું. સાથો સાથ આ યોજના થકે ભાવનગરની બહુવીદ્દ લાભ થશે અને અર્થ ક્ષેત્રે ભાવેણાનો વિકાસ સંભવ બનવા સાથો સાથ સૌરાષ્ટ્રમાં વિકાસ ક્રાંતિ થશે તેવો મોટાપાયે પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ યોજનાને સાકાર કરવા વિશ્વના આલા દરજ્જાના ઈજનેરો ટેકનીશ્યનો તથા આધુનિક યુગમાં પ્રચલીત ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ નિર્માણ કાર્યને આજે પ વર્ષથી વધુ સમય ગાળો પસાર થવા છતા આયોજીત કાર્ય તત્ર સરકાર પુર્ણ કરી શક્યા નથી. કરોડો રૂપિયાનો ખર્ચ વિશ્વના નિષ્ણાંત લોકોની મદદ છતાં મુળ વાત સાકાર ન થતા લોકોમાં ઘેરી નિરાષાઓ પ્રવર્તી રહી છે. ભાવેણાની જનતાને સરકાર કે તંત્રની વાતા પર તલભાર વિશ્વસ ન રહ્યો હોય તેવી વાતો લોકોમુખે જાણવા મળી રહી છે. કારણ કે ગત વર્ષે વડાપ્રધાને અધુરા કાર્યે લોકાર્પણ કર્યુ હતું સાથો સાથ છ માસમાં મુળ હેતુ ઘોઘાથી સુરતના હજીરા બંદર-દહેજને જોડતી સેવા શરૂ થશે તેવો આશાવાદ બંધાવ્યો હતો પરંતુ એ વાતને પણ એક વર્ષ પુર્ણ થયું ત્યારબાદ ફરિએકવાર તંત્રએ જાહેરાત કરી કે કાર્ગો વીથ પેસેન્જર સેવાનુ લોકાર્પણ રાજયના મુખ્યમંત્રીના હસ્તે ત્રીજા નોરતે યોજાશે પરંતુએ ટાણે દરિયાના સામા કાંઠે દહેજ ટર્મીનલ પર પોન્ટુનમાં જ્ઞાતિ સર્જાતા ફરિ એકવાર લોકાર્પણ પાછુ ઠેલાયું છે. વારંવાર આ ઘટનાનું પુનરાવર્તન થતા લોકોની રહી સહી આશાઓ પર પણ પાણી ફરિવ્ળ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે યોજના શરૂ પણ નથી થઈ એ પુર્વે જો જ્ઞાતિઓ સર્જાતી હોય તો આગળનું ભવિષ્ય શું? અને કેવું હશે ?
પ્રકૃતિ સામે અમે પરાસ્ત : તંત્ર!
લોકોના તૂટતા વિશ્વાસ તથા સમગ્ર મુદ્દે તંત્ર ઉણુ ઉતર્યુ છે કે કેમ તે બાબતે યોજના નિર્માણ સાથે સંકળાયેલા લોકો – અધિકારીઓ સાથે ચર્ચાઓ કરતા તંત્રએ આડકતરી રીતે કબુલ્યું હતું કે પરમ તત્વ કુદરતની શક્તિઓને બરાબર આંકવામાં થાપ ખવાઈ છે. બચાવ અંગે અધિકારીઓએ જણાવ્યું કે યોજના સુચારૂ રીતે શરૂ કરવીએ સામા પ્રવાહમાં તરવા બરાબર છે. વિશ્વમાં સૌથ્ હેવી સમુદ્રી કરંન્ટ બે સ્થળો પર છે. પ્રથમ બરમુડા ટ્રેઈંગલ અને બીજો ખંભાતની ખાડીમાં આ હેવી કરંન્ટ યોજનામાં બાધારૂપ છે. આથી વર્ષો પુર્વે જેતે સરકારે યોજના શરૂ કરવા પ્રયત્નો હાથ ધરેલ તેમાં નિષ્ફળતાનું મુખ્ય કારણ દરિયાનો પ્રબળ જુવાળ જ જવાબદાર છે. પરંતુ અમે હાર નથી માની હાર નો કોઈ સાવલ જ નથી મુળ સેવા શરૂ કરીને જ જંપીશું. તેવું અધિકારી ગણ દ્વારા જણાવ્યું હતું.
યોજના અંગે નરી વાસ્તવિકતા
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વ્સ અંગે પ્રારંભ કાળથી લઈને આજ દિન સુધી તમામ સચોટ, પારદર્શી તથા તટસ્થ અહેવાલો ભાવનગરના અગ્રત્તમ અખબાર ‘લોક સંસાર’ દૈનિક દ્વારા રજુ કરવામાં આવ્યા છે. આ તમામ અહેવાલોની નોંધ ભાવનગર સહિત દેશ વિદેશના વાચકો તથા રાજય- કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટના અંગે પ્રસિધ્ધ કરાયેલ સમાચારો યથાર્થ સાબીત થયા છે ત્યારે ફેરી સર્વિસ અંગે ‘લોકસંસાર દૈનિકની ટીમ દ્વારા લોક સર્વે તથા યોજનાના મૂળ સુધી પહોંચી ખરી વાસ્તવીકતા બહાર લાવવામાં સફળ રહ્યું છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આ યોજના ખરાઅર્થમાં લોક ગ્રાહય બને તે માટે સામાન્ય વ્યકિત સુધી માહિતી તથા તે લાભ કઈ રીતે લઈ શકે તે બાબતો પર ધ્યાન આપવું જોઈએ તથા દહેજના બદલે હજીરાની સેવા શરૂ કરી સેવા સાર્થક કરી શકાય.
અટકળો વચ્ચે વેસલનું ઘોઘા ખાતે આગમન
રાજય સરકાર તથા ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા તા. ૧ર-૧૦-ર૦૧૮ નવરાત્રીના ત્રીજા નોરતે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ સેવા ચરણ-રના લોકાર્પણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઘોષાણા થયાના બીજા જ દિવ્સે દહેજ ખાતે આવેલ પોન્ટુનમાં જ્ઞાતિ સર્જાતા સમગ્ર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. અને ફરિ એકવાર જિલ્લા કલેકટરએ પ્રેસનોટ દ્વારા સ્પષ્ટતા સાથે જણાવ્યું કે બીજા ચરણના લોકાર્પણની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે આવી સ્થિતિ વચ્ચે ઓખા બંદરેથી કુ મેમ્બરો સાથેનું શિપ આજે ઘોઘા બંદરે આવી પહોંચ્યું છે. જો કે આ શીપ અહિ શા માટે લાવવામાં આવ્યું છે તે અંગેની સ્પષ્ટતા તંત્રએ કરી નથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ દહેજ ખાતે સમારકામ શરૂ હોય ત્યાં આ વિશાળ શિપનું બિચીંગ શકય ન હોય આથી અત્રે લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે અને પ્રથમ ટ્રાયલ અત્રેથી યોજાશે.